હરભજનસિંહ સાથે ઉદ્યોગપતિએ ચાર કરોડનો ચુનો લગાવ્યો
નવીદિલ્હી, પૂર્વ ભારતીય ઓફ સ્પીનર હરભજનસિંહ ઠગીનો શિકાર બન્યો છે તેની સાથે ૧-૨ લાખ રૂપિયાની નહીં પરંતુ પુરા ૪ કરોડ રૂપિયાની છેંતપીડી કરવામાં આવી છે આ માટે હરભજનસિંહે ચેન્નાઇના ઉદ્યોગપતિની વિરૂધ્ધ ત્યાંની સિટી પોલીસને ફરિયાદ દાખલ કરાવી છે જાે કે ઉદ્યોગપતિએ અગ્રિમ જામીન માટે મદ્રાસ હાઇકોર્ટની શરણ લીધી છે.
હકીકતમાં હરભજનસિંહે વર્ષ ૨૦૧૫માં એક દોસ્તના કહેવા પર ચેન્નાઇના એક વ્યાપારી જી મહેશને ચાર કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતાં ભજ્જીના નામથી જાણીતા હરભજનનો આરોપ છે કે તે સતત મહેશથી પોતાના પૈસા પાછા માંગી રહ્યો હતો પરંતુ તે દર વખતે સમય માંગ્યા કરતો હતો.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
વારંવાર માંગણી કરતા મહેશે ખાતામાં ૨૫ લાખ રૂપિયાનો એક ચેક હરભજનસિં આપ્યો હતો જે બેંકમાં જમા કરાવ્યા બાદ મહેશના ખાતામાં યોગ્ય પૈસા ન હોવાને કારણે બાઉસ થયો ત્યારબાદ હરભજનસિંહે ચેન્નાઇ જઇ તમિલનાડુ પોલીસનો સંપર્ક કર્યો અને ઔપચારિક રીતે પોતાની ફરિયાદ સોંપી આ ફરિયાદ પર હાલ કેસ દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ એસીપી વિશ્વેશ્વરૈયાએ તપાસની જવાબદારી સોંપી દીધી છે જેમણે મહેશની પુછપરછ માટે સમન મોકલ્યું છે.
સમન મળ્યા બાદ મહેશ ઘરપકડથી બચવા માટે મદ્રાસ હાઇકોર્ટની શરણ લઇ રહ્યો છે મહેશ એક સોગંદપત્રમાં હરભજનસિંહથી દેવા તરીકે પૈસા લેવાની વાત માની છે પરંતુ સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે તે તમામ વળતર કરી દેશે તેના આધાર પર મહેશે મદ્વાસ હાઇકોર્ટે ધરપકડ ટાળવા માટે અગ્રિમ જામીન અરજી લગાવી છે.HS