કેપ્ટન બનાવવાની શરતે જ હાર્દિક મુંબઈની ટીમમાં જાેડાયો હતો
મુંબઈ, આઈપીએલ ૨૦૨૪ પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં મોટો ફેરફાર કરતા રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો છે. લોકોની નજરમાં ભલે આ ર્નિણય રાતોરાત લેવાયો હતો પરંતુ સત્ય કંઇક બીજું છે.
હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બબવવાનો પ્લાન પહેલાથી જ બનાવવામાં આવ્યો હતો. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પરત એક જ શરત પર આયો હતો કે તેને કેપ્ટન બનાવવામાં આવશે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસીને લઈને કે શરત રાખી હતી. હાર્દિકએ શરત રાખી હતી કે તે ત્યારે જ મુંબઈની ટીમમાં પાછો ફરશે જયારે તેણે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ નો કેપ્ટન બનાવવામાં આવશે અને થયું પણ કંઇક આવું જ.
પહેલા હાર્દિકની મુંબઈની ટીમમાં વાપસી થઇ અને પછી ગઈકાલે તેણે સત્તાવાર રીતે રોહિતની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો.
હાર્દિક પંડ્યાએ વર્ષ ૨૦૧૫માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષ ૨૦૨૧ સુધી મુંબઈનો ભાગ રહ્યો. પરંતુ વર્ષ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદીને કેપ્ટન બનાવ્યો હતો.
હાર્દિકે તેની કપ્તાની હેઠળ ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને પછી બીજી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ રનર અપ બની હતી. હાર્દિકે અત્યાર સુધી તેના આઈપીએલકરિયરમાં કુલ ૧૨૩ મેચ રમી છે.
આ દરમિયાન તેણે ૧૧૫ ઇનિંગ્સમાં બેટિંગ દરમિયાન ૩૦.૩૮ની એવરેજ અને ૧૪૫.૮૬ની સ્ટ્રાઈક રેટથી ૨૩૦૯ રન બનાવ્યા છે. જેમાં ૧૦ ફિફ્ટી પણ સામેલ છે. આ ઉપરાંત તેણે ૮૧ ઈનિંગમાં બોલિંગ દરમિયાન ૩૩.૨૬ની એવરેજથી ૫૩ વિકેટ લીધી છે. SS2SS