હાર્દિક પંડ્યાએ તોડ્યો કિંગ કોહલીનો રેકોર્ડ
નવી દિલ્હી, બાંગ્લાદેશ સામે રચ્યો ઈતિહાસગ્વાલિયરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પહેલી ટી૨૦માં હાર્દિક પંડ્યાએ શાનદાર ઇનિંગ રમી હતી. હાર્દિકની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર ૧૧.૫ ઓવરમાં એકતરફી જીત હાંસલ કરી હતી.
ભારતીય ઓલરાઉન્ડરે બાંગ્લાદેશ સામેની મેચનો અંત સિક્સર સાથે કર્યો હતો. સિક્સર ફટકારીને તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હાર્દિકે ટીમ ઈન્ડિયા માટે ૧૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૯* રન બનાવ્યા હતા.
આ દરમિયાન, તેણે સિક્સ ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી જેની સાથે તે એવો ખેલાડી બન્યો જેણે ટી૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વખત સિક્સ ફટકારીને ભારતને જીત અપાવી છે.હાર્દિકે ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૫ વખત સિક્સ મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે.
જ્યારે વિરાટ કોહલીએ ૪ વખત આવું કર્યું છે. આ રીતે હાર્દિકે કિંગ કોહલીનો શાનદાર રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વર્તમાન બેટ્સમેન ઋષભ પંત પણ સામેલ છે. બંને બેટ્સમેનોએ ૩-૩ વખત સિક્સર ફટકારી હતી, જેના બાદ ભારત ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ જીત્યું હતું.ગ્વાલિયરમાં રમાયેલી પહેલી ટી૨૦માં ટીમ ઈન્ડિયાએ આસાનીથી જીત અપાવી હતી.
મેચમાં સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પહેલા બેટિંગ કરવા આવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ ૩-૩ વિકેટ લીધી હતી.
આ સિવાય હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને મયંક યાદવને ૧-૧ સફળતા મળી છે.ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ ૧૧.૫ ઓવરમાં ૧૩૨/૩ રન બનાવીને જીત મેળવી હતી. આ દરમિયાન, હાર્દિક પંડ્યાએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ્સ રમી અને ૧૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૯* રન બનાવ્યા હતા.SS1MS