Western Times News

Gujarati News

એવું તે શું થયું કે હાર્દિક પંડ્યા વાત કરતાં કરતાં આંખમાં આંસુ આવી ગયા

file

ઓલરાઉન્ડર હાર્દિક પટેલે બાળકોની કારકિર્દી માટે પોતાની કેરિયરને દાવ પર લગાડનારા પિતાને યાદ કર્યા

મેલબોર્ન,  ટી૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની યાદગાર જીત બાદ હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હતો. આ સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બોલિંગમાં તેણે માત્ર ૩૦ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

બાદમાં વિરાટ કોહલીએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાંચમી વિકેટ માટે કોહલી સાથે મળીને ૭૮ બોલમાં ૧૧૩ રન જાેડ્યા હતા. ૨૯ વર્ષીય ઓલરાઉન્ડરે આ પ્રદર્શન તેના પિતાને સમર્પિત કર્યું, જેમનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું.

છેલ્લા બોલે ચાર વિકેટે જીત મેળવ્યા બાદ હાર્દિકે મેચ પ્રેઝેન્ટર્સ જતીન સપ્રુ અને ઈરફાન પઠાણ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તે ભાવુક જાેવા મળ્યો હતો. પોતાના પપ્પાને યાદ કરતાં હાર્દિકે કહ્યું, ‘હું મારા બાળકને ખૂબ પ્રેમ કરું છું,

પરંતુ બાળકો માટે શહેર છોડી શકતો નથી. અમે બંને ભાઈઓ જ્યારે ૬ વર્ષના હતા ત્યારે તેઓ એક શહેર છોડીને ક્રિકેટ કારકિર્દી માટે બીજા શહેરમાં આવ્યા હતા. આ બહુ મોટી વાત છે. આ બોલતા જ હાર્દિકની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

જમણા હાથના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરે પોતાના બાઉન્સરો વડે પાકિસ્તાનના મિડલ ઓર્ડરને હચમચાવી નાખ્યો હતો. બાદમાં ૧૬૦ રનના લક્ષ્યનો પીછો કરતા તેણે ૩૭ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા. એક ફોર અને બે સિક્સર ફટકારી. રમત મુજબ પોતાની આક્રમક ગેમને સિંગલ-ડબલ બનાવી. પાર્ટનરશિપ વધારી. આ પહેલા બોલિંગ કરતી વખતે ચાર ઓવરમાં તેણે ત્રણ બેટ્‌સમેનોને આઉટ કર્યા હતા.

ખાસ કરીને હૈદર અલીને આઉટ કર્યા પછી પંડ્યાનું સ્મિત ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યું છે. હાર્દિક પંડ્યાએ હૈદર અલી, મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાનની વિકેટ લીધી હતી. આમ છતાં પાકિસ્તાન ૨૦ ઓવરમાં ૧૫૯ રન જ બનાવી શક્યું હતું. શાન મસૂદ અને ઈફ્તિખાર અહેમદે નિર્ણાયક અર્ધસદી ફટકારી હતી.

શાહીન આફ્રિદીએ પણ અંતમાં સારી ગેમ રમી હતી. ભારત તરફથી હાર્દિક સિવાય અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારે ૧-૧ વિકેટ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.