હાર્દિક પંડ્યાનું વડોદરામાં ભવ્ય સ્વાગત (જૂઓ વિડીયો)
(એજન્સી)વડોદરા, ભારતે ૨૯ જૂને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૭ રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ અત્યાર સુધીમાં પોતપોતાના ઘરે પરત ફર્યા હતા, પરંતુ હાર્દિક પંડ્યા હવે તેના શહેર વડોદરા પરત ફર્યો છે. જેમ ટીમ ઈન્ડિયાએ મરીન ડ્રાઈવ પર ખુલ્લી બસમાં બેસીને રોડ શો કર્યો હતો,
A HERO’S WELCOME FOR HARDIK PANDYA IN VADODARA. 😍🏆 pic.twitter.com/LFY0g1ZgOX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024
તેવી જ રીતે હાર્દિકે વડોદરામાં ખુલ્લી બસમાં બેસીને હજારો ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી. હાર્દિક પંડ્યાનો આ રોડ શો માંડવીથી શરૂ થયો હતો અને લહેરીપુરા, સુરસાગર અને દાંડિયા બજાર થઈને નવલખી કમ્પાઉન્ડ ખાતે સમાપ્ત થયો હતો. હાર્દિક ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ વિનિંગ જર્સીમાં જોવા મળ્યો હતો, જ્યારે તેની બસ પર ‘પ્રાઈડ આૅફ વડોદરા’ લખેલું હતું.
આ રોડ શો દરમિયાન ‘વંદે માતરમ’ પણ વગાડવામાં આવ્યું હતું. બસની આસપાસ પોલીસ જવાનો તૈનાત હોવાથી સુરક્ષાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી હતી. હાર્દિકની એક ઝલક મેળવવા માટે વડોદરાના હજારો લોકો તેમના ફોન પર તેની તસવીર ક્લિક કરતા જોવા મળ્યા હતા.