મારી સામે દેશદ્રોહ નહીં રાજદ્રોહનો કેસ હતોઃ હાર્દિક પટેલ
ગાંધીનગર, ૨૦૧૫માં પાટીદાર આંદોલન કરીને અનામતની માંગ કરનારા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાેડાયા બાદ ભાજપમાં જાેડાયા હતાં અને હવે ધારાસભ્ય બની ગયાં છે. ૨૦૧૫માં ગુજરાતની શાંતિ અને સલામતિને ડહોળનાર આ હાર્દિક પટેલે આજે વિધાનસભામાં રાજ્યના ગૃહ વિભાગની કામગીરીની પ્રશંસા કરી છે. હાર્દિક પટેલે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, ૨૨ વર્ષ પહેલાં ગુજરાતની સ્થિતિ કેવી હતી. આજે આનંદ થાય છે કે ભાજપ સરકાર છેલ્લા પાંચ વર્ષમાં મજબૂતીથી આગળ વધી છે અને ગુજરાતને ટેકનોલોજીમાં ખૂબજ આગળ વધાર્યું છે.
હાર્દિક પટેલે ગૃહ વિભાગની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ રાજ્યની પોલીસને અભિનંદન આપ્યા હતાં. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, જે લોકોને રાજદ્રોહની કલમ લાગે છે તે આજે દેશભક્તિની વાતો કરે છે. તેમને હાર્દિકે જવાબ આપ્યો હતો કે, મારા વિરૂદ્ધ દેશદ્રોહ નહીં પણ રાજદ્રોહ હતો અમારી દેશભક્તિ કોંગ્રેસને ક્યાંથી ખબર હોય. અમે સરદારના વંશજ છીએ જે કોંગ્રેસ સરદારને ગણતી નથી. SS2.PG