Western Times News

Gujarati News

“હરિ ઓમ હરિ”ને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “હરિ ઓમ હરિ”  મી ડિસેમ્બરે તેની રિલીઝ પછીથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મને દર્શકોનો અત્યંત ભાવભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. બૉલીવુડ ફિલ્મો સાથે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ “હરિ ઓમ  હરિ” ઘણી સફળ સાબિત થઈ રહી છે.

સંજય છાબરિયાના ‘એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ’ દ્વારા પ્રસ્તુત “હરિ ઓમ હરિ”માં સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નાંદી, મલ્હાર રાઠોડ તથા શિવમ પારેખ જેવાં પ્રતિભાશાળી કલાકારોનો જમાવડો છે અને સાથે જ રાગી જાની, કલ્પેશ પટેલ, સંદીપ કુમાર તથા ભૂમિ રાજગોર સહિતના પ્રતિભાશાળી સહાયક કલાકારો પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર નિસર્ગ વૈદ્યની આ પ્રથમ ફિલ્મ છે પણ તેમણે અદભુત કામગીરી દર્શાવી છે.

વાર્તામાં બાળપણના ખાસ મિત્રો ઓમ (રોનક કામદાર) અને વિન્ની (વ્યોમા નાંદી) લગ્નના તાંતણે બંધાય છે. પરંતુ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી લગ્નમાં કામ નથી કરતી. એવામાં ઓમની મુલાકાત તેની કોલેજ ફ્રેન્ડ માયરા (મલ્હાર રાઠોડ) સાથે થાય છે અને ઓમ અને વિન્ની ના લગ્નની વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે. ઓમને એક લેખક “હરિપ્રસાદ” (સિદ્ધાર્થ રાંદેરિયા) મળે છે અને ઓમના જીવનમાં શું બદલાવ આવે છે તે તો ફિલ્મ થકી જ જોવું રહ્યું. આ ટાઈમ ટ્રાવેલ પર આધારિત ફિલ્મ છે. અમદાવાદ અને મુંબઈ ઉપરાંત ફિલ્મ કેનેડામાં પણ રિલીઝ થઈ છે અને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

સૌના લોકલાડીલા એવા સિદ્ધાર્થ રાંદેરિયા ફરી એકવાર તેમના કોમિક ટાઈમિંગના કારણે દર્શકોને આકર્ષી રહ્યા છે. આ ફિલ્મમાં તેમનો અલગ જ અવતાર દર્શકોને જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે મુખ્ય અભિનેતા રોનક કામદારની કેમેસ્ટ્રી દર્શકોને જકડી રાખે તેવી છે, સાથે વ્યોમા નાંદી, મલ્હાર રાઠોડ, શિવમ પારેખનો અદ્બુત અભિનય ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે.

ફિલ્મની સ્ટારકાસ્ટનો દમદાર અભિનય, સિનેમોટોગ્રાફી, રમણીય લોકેશન્સ, કર્ણપ્રિય સંગીત અને ગીતો, અદભુત વીએફએક્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગ્રાફ વધુ ઊંચાઈ પર લઈ જાય છે. ટાઈમ ટ્રાવેલ પર આધારી ફિલ્મ “હરિ ઓમ હરિ”ની પ્રોડક્શન વેલ્યુ ઘણી છે. અગાઉ ફિલ્મ “હરિ ઓમ હરિ” કે જેનું તાજેતરમાં જ ગોવામાં યોજાયેલ  “IFFI 2023″માં સ્ક્રીનિંગ પણ યોજાયું હતું. ગુજરાતી ફિલ્મ ઇનસ્ટ્રીનો ગ્રાફ વધુ ઊંચાઈ પર લઇ જાય તે પ્રકારની ફિલ્મ છે “હરિ ઓમ હરિ”.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.