હારીજની હોટલમાં ફાયરિંગ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

જમવા બાબતે તકરાર કરી હતી-પકડાયેલા ત્રણ પૈકી એક આરોપી સામે મહારાષ્ટ્રમાં આંગડીયા લૂંટનો ગુનો નોંધાયો છે
પાટણ, પાટણ હારીજ હાઈવે પર બોરતવાડા નજીક મહેશભાઈ ચૌધરીની હોટલ ઉપર ત્રણ ઈસમોએ જમવા બાબતે માથાકુુટ કરી પોતાની પાસેની પીસ્તોલથી એક રાઉન્ડ ફાયરીગ કરી ફરાર થઈ ગયા હોવાની મહેશભાઈ ચૌધરી દ્વારા હારીજ પોલીસને જાણ કરાતા (Harij Hotel firing 3 arrested)
અને બનાવની ગંભીરતા સમજી જીલ્લા પોલીસ વડા દ્વારા ફાયરીગ કરી રૂપિયા ૯,૦૦૦ ની લુંટ ચલાવી ફરાર થયેલા ઈસમોને ઝડપી લેવા માટે આદેશ કરતા હારીજ પોલીસે ના.પો.અધિ.ડી.ડી. ચૌધરી રાધનપુર વિભાગના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી હોટેલની આજુબાજુનો વિસતાર કોર્ડન કરી વગર પાસ પરવાનાની હાથ બનાવટની પીસ્તલ તથા ત્રણેય આરોપીઓને પકડીપો.સ્ટે. લાવી અટક કરી પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતાં
તેઓએ પોતાના નામ કીરીટસિંહ સરતાનજી વાઘેલા રહે. જમણપુર તા.હારીજ, જી.પાટણ કમલેશ અણદાભાઈ ઢીલા આયર રહે. વોદડા, તા.ભચાઉ, જી.કચ્છ અને દાનવીરસિંહ ઉેફે વકિતસિંહ ભગવાનસિંહ વાઘેલા રહે. જમણપુર તા.હારીજ, જી.પાટણ હોવાનું જણાવ્યું હતું.
પકડાયેલ આરોપી કીરીટસિંહ સરતાનજી વાઘેલા રહે. જમણપુર તા.હારીજવાળા વિરૂધ્ધમાં અગાઉ ચાણસ્મા પો.સ્ટે. ગે.કા.હથીયારો ગુનો દાખલ થયેલ છે. તથા મહારાષ્ટ્ર રાજય ખાતે આંગડીયા લુંટનો ગુનો નોધાયેલ છે. આમ ફાયરીગ કરી નાસીજનાર ઈસમોને ગે.કા. વગર પાસ પરવાનાના દેશી બનાવટની પીસ્તલ
તથા જીવતા કારતુસ સહીતના મુદામાલ સાથે પકડી હારીજ પોલીસ દ્વારાના સપ્લાય બાબતે વધુ તપાસ પાટણ એસ.ઓ.જી. પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.