ઓસ્ટ્રેલિયા સામે હરમનપ્રિત કૌર ભારતીય ટીમની સુકાની
નવી દિલ્હી, વુમન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આ અઠવાડિયે શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે અને ટી૨૦ ઈન્ટરનેશન સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર વનડે અને ટી૨૦ ઈન્ટરનેશનલ ટીમની કેપ્ટન હશે. ૨૮મી ડિરેમ્બરથી વનડે સિરીઝની શરૂઆત થશે અને પછી ત્રણ મેચની ટી૨૦ સિરીઝ રમાશે.
બીસીસીઆઈએ વનડે અને ટી૨૦ સિરીઝ માટે ૧૬-૧૬ સભ્યોની ટીમ પસંદ કરી છે. વનડે સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમના માત્ર બે ખેલાડીઓને ટી૨૦ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા નથી, જ્યારે અન્ય બે ખેલાડીઓને ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
સ્નેહ રાણા અને હરલીન દેઓલ વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે તેમને ટી૨૦ ટીમમાં જગ્યા મળી નથી. તેમની જગ્યાએ કનિકા આહુજા અને મિન્નૂ મણિ ટી૨૦ ટીમમાં તક મળી છે.
વનડે ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), ઋચા ઘોષ (વિકેટકીપર), અમનજાેત કૌર, શ્રેયંકા પાટીલ, મન્નત કશ્યપ, સેકા ઈશાક, રેનુકા સિંહ ઠાકુર,તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા અને હરલીન દેઓલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટી૨૦ ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), ઋચા ઘોષ (વિકેટકીપર), અમનજાેત કૌર, શ્રેયંકા પાટીલ, મન્નત કશ્યપ, સેકા ઈશાક, રેનુકા સિંહ ઠાકુર,તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, કનિકા આહુજા અને મિન્નૂ મણિને પસંદ કરવામાં આવી છે.
ત્રણ મેચની વનડે ઈન્ટરેશનલ સીરિઝ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને ૨૮મી ડિસેમ્બર ૨૦૨૩થી તેની શરૂઆત થશે. બે વનડે આંતરરાષ્ટ્રીય મેચ અમુક્રમે ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ અને ૨ જાન્યુઆરી ૨૦૨૪માં રમાશે. ત્યારે બાદ એક્શન ડીવાય પાટીલ નવી મુંબાઈ શિફ્ટ થશે. નવી મુંબઈમાં અમુક્રમે ૫,૭ અને ૯ જાન્યુઆરી ૨૦૨૪માં ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. SS2SS