હરનાઝ કૌરે સુષ્મિતા સેન-લારાની ફોટોવાળો ડ્રેસ પહેર્યો
મુંબઈ, અમેરિકાની આર બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ ૨૦૨૨નો તાજ પહેરાવવામાં આવ્યો છે. મિસ યુનિવર્સ ૨૦૨૨નો તાજ પહેરતા પહેલા મિસ યુનિવર્સ ઈન્ડિયાની હરનાઝ કૌર સંધુ સ્ટેજ પર પહોંચી હતી.
View this post on Instagram
આ દરમિયાન હરનાઝ ખૂબ જ ભાવુક દેખાઈ હતી. નમસ્તે કહીને દરેકને શુભેચ્છા પાઠવતા, હરનાઝને તાળીઓના ગડગડાટ સાથે આવકારવામાં આવી હતી. જેણે જાેઈ તે ખૂબ જ ભાવુક બની ગઈ હતી.
પરંતુ આનાથી પણ વધુ આ સમય દરમિયાન પહેરવામાં આવેલા તેનો ડ્રેસે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તે ખરેખર ખાસ અને આકર્ષિત પણ હતું. USAની ગેબ્રિયલને ૭૧મી મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
આ પ્રતિયોગિતામાં રનર-અપ વેનેઝુએલાની કન્ટેસ્ટન્ટ ડાયના સિલ્વા હતી. આ સ્પર્ધા અમેરિકાના ન્યુ ઓર્લીન્સ શહેરમાં યોજવામાં આવી હતી.સ્પર્ધામાં ૨૫ વર્ષની દિવિતા રાય ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, જે ટોપ ૫માં પહોંચી શકી નહોતી. વર્ષ ૨૦૨૧માં હરનાઝ સંધુ લગભગ બે દાયકા પછી મિસ યુનિવર્સનો ખિતાબ ભારતમાં લઈને આવી હતી.
View this post on Instagram
હાલમાં જ સંધુનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મિસ યુનિવર્સ ૨૦૨૧ વિજેતા હરનાઝ કૌર સંધુએ તાજેતરમાં અમેરિકામાં મિસ યુનિવર્સ ૨૦૨૩ સ્પર્ધામાં હાજરી આપી હતી. સંધુએ આર બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ ૨૦૨૩નો તાજ પહેરાવ્યો હતો. આ દરમિયાન સંધુએ સ્ટેજ પર છેલ્લું વોક કર્યું જેમાં તેણે ખાસ ડ્રેસ પહેર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સ્ટેજ પર હરનાઝ ખુબજ ભાવુક થઇ ગઇ હતી. મિસ યુનિવર્સ ૨૦૨૩ના સ્ટેજ પર ફાઈનલ વોક કરતી વખતે હરનાઝ સંધુ ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. તેણીએ તેના આંસુ રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ રોકી શકી નહોતી. હરનાઝે મિસ યુનિવર્સ તરીકે સ્ટેજ પર વોક કરવા માટે ખૂબ જ અનોખું ગાઉન પહેર્યું હતું. તેને એક સુંદર કાળા કલરનું ગાઉન પહેર્યું હતું.
જેના પર બે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઓફ ઈન્ડિયાની ફોટો જાેવા મળી રહી હતી. આ દરમિયાન તેણીએ તેના આંસુ રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. હરનાઝ સંધુ જ્યારે સ્ટેજ પર પહોંચી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોએ તેના માટે તાળીઓ પાડી હતી. તો સંધુના ગાઉને લાઇમલાઇટ મળી હતી. સુષ્મિતા સેનની ૧૯૯૪ની પેજન્ટ-વિનરની મોમેન્ટ આ ગાઉન પર ડિજિટલી ડિઝાઇન કરવામાં આવી હતી.
તેની સાથે લારા દત્તાની ફોટો પણ જાેવા મળી હતી. સુષ્મિતા સેન પ્રથમ ભારતીય હતી જે ૧૯૯૪માં મિસ યુનિવર્સ બની હતી. ૬ વર્ષ બાદ લારા દત્તાએ પણ આ ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. પરંતુ તે પછી લાંબા સમય સુધી આ સૌંદર્ય સ્પર્ધાનો ખિતાબ કોઈ જીતી શક્યું ન હતું. હરનાઝ સંધુ ૨૧ વર્ષ પછી ૨૦૨૧ માં મિસ યુનિવર્સ બની અને ભારતને વિશ્વ મંચ પર તે ગૌરવ પાછું મળ્યું. હરનાઝ તેના ડ્રેસ સાથે આ જીતની ઉજવણી કરતી જાેવા મળી હતી.SS1MS