ડિંગુચાના પરિવારનો ભોગ લેનારા હર્ષ પટેલને અમેરિકામાં ૨૦ વર્ષની સજા સંભવ

મિનેપોલિસ, ડંકી રૂટથી અમેરિકા જવાના પ્રયાસમાં કલોલ તાલુકાના ડિંગુચા ગામનો પરિવાર હોમાઈ ગયો હતો. અમેરિકા-કેનેડાની સરહદ પર પતિ-પત્ની અને બે બાળકો ઠંડીમાં ઠૂંઠવાઈને ગુજરી ગયા હતા.
આ ચકચારી કેસમાં બે આરોપીની ધરપકડ થઈ છે અને મિનેસોટા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જ્યાં મુખ્ય સૂત્રધાર હર્ષ પટેલને ૨૦ વર્ષની કેદની સજા થવાની સંભાવના છે.કોર્ટમાં સુનાવણી દરમિયાન ફેડરલ પ્રોસિક્યુટરે હર્ષ રમણલાલ પટેલના કારસ્તાનને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યુ હતું અને તેને ૨૦ વર્ષની સજા ફટકારવા રજૂઆત કરી હતી.
હર્ષે ડિંગુચાના પટેલ પરિવારને તેડવા જવાની જવાબદારી સ્ટીવ એન્થોની શેન્ડને સોંપી હતી, જેને ૧૧ વર્ષની સજા થઈ શકે છે. ગત મહિને યુએસ ડિસ્ટ્રિક્ટ જજે હર્ષને કસૂરવાર ઠરાવવા ઈનકાર કર્યાે હતો અને કેસ પૂરો ન થયો હોવાનું કહ્યું હતું.
ટ્રાયલ દરમિયાન પ્રોસીક્યુટરે દલીલ કરી હતી કે, હર્ષ પટેલ ભારતીય નાગરિક છે અને તેને લોકો ‘ડર્ટી હેરી’ તરીકે ઓળખે છે. તેનો ડ્રાઈવર એન્થોની અમેરિકાન સિટીઝન છે. તેઓ ભારતમાંથી અનેક લોકોને સ્ટુડન્ટ વિઝ પર કેનેડા બોલાવતા હતા અને ત્યાંથી યુએસ બોર્ડર પાર કરાવતા હતા.
ડિંગુચાના વતની જગદીશ પટેલ તેની પત્ની વૈશાલી બેન, ૧૧ વર્ષની દીકરી અને ૩ વર્ષના દીકરા ગેરકાયદે અમેરિકા પહોંચાડવાનું કામ હર્ષે લીધુ હતું.એક જ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ કેનેડા પોલીસને મળી આવ્યા હતા.
એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. આ મામલે તપાસ બાદ અમેરિકામાં હર્ષ તથા તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી.SS1MS