હર્ષ સંઘવીએ અડધી રાત્રે અધિકારીઓને દોડતાં કર્યા

અમદાવાદ, ગઈકાલથી જ દ્વારકાના દરિયામાં તોફાન તેમજ કરંટ જાેવા મળ્યો હતો. બીપરજાેય વાવાઝોડાની અસરને પહોંચી વળવા મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખંભાળીયા પહોંચ્યા હતાં. ગૃહમંત્રીએ વાવાઝોડાની સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાત્રે આવતાની સાથે જ અધિકારીઓ સાથે મિટીંગ કરીને આ વાવાઝોડાની અસરને લઈને ચર્ચા કરી હતી. નોંઘનીય છે કે, વાવાઝોડાની અસરને લઈને દ્વારકા જિલ્લાની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે.
જાેકે, પંદર જૂનની બપોર ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની સંભાવના તેમજ દ્વારકાના વાતાવરણને ધ્યાનમાં લઈને નાગરિકોને ૧૬ જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને પૂરતો સહયોગ આપવા માટે પણ અપીલ કરી છે. બીપરજાેય વાવાઝોડાની અસરને પગલે હર્ષ સંઘવીએ જરાય મોડુ ન કરતાં એક્શન મોડમાં આવી ગયાં છે.
વાતાવરણને ધ્યાવનમાં રાખીને દ્વારકા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.
જેથી નાગરિકોને ખોરાકને લઈને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલી મિટીંગમાં તેમણે અધિકારીઓને તમામ સંવેદનશીલ વિસ્તારમાં આશ્રય સ્થાનો ઉભા કરવા માટે સુચના આપી છે. આ સાથે અધિકારીઓ પાસેથી સાવચેતીના સાધનો વિશે માહિતી મેળવી દ્વારકાની જનતાને વાવાઝોડાની સ્થિતી અને ગંભીરતા વિશે જાગૃત કરવા અને તેમના સહકારની અપીલ કરી હતી.SS1MS