મેધા પાટકરને ટિકિટ આપનારી પાર્ટીને ગુજરાત આપશે આ ચૂંટણીમાં જવાબ
હર્ષ સંઘવીએ AAPને આડે હાથ લીધી -અમદાવાદમાં ગુજરાત ભાજપ યુવા મોર્ચાનું શક્તિપ્રદર્શન યોજાયું
અમદાવાદ, વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં ગુજરાત ભાજપ યુવા મોર્ચાનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પંજાબમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે, પરંતુ પકડાતું નથી એટલે સાચો આંકડો આવતો નથી.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી. તેમણે આપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મફતની વીજળી આપવાની જાહેરાત કરનારાઓ પાસે પોતાના રાજ્યમાં શિક્ષકોનો પગાર કરવાના પણ પૈસા નથી. મેધા પાટકરને ટિકિટ આપનારી પાર્ટીને ગુજરાત આ ચૂંટણીમાં મૂંહતોડ જવાબ આપશે.
તેમણે કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશનાં યુવાઓ શિકાગોની એ સભા અને વિવેકાનંદજીના વિચારો અને દુનિયા એક પરિવાર છે અને દુનિયા સુધીએ વિચાર પહોચાડવામાં ૪૦૦ થી વધારે જગ્યા પર કાર્યક્રમ યોજ્યો છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ એકઠા થયા હતા. યુવાઓએ પોતાના વિચારો અને પ્રશ્નો રજૂ કર્યા, જે માહિતી હતી એ યુવાઓ સુધી પહોંચાડી છે.
ડ્રગ્સની રાજનીતિ સામે યુવાઓમાં અલગ ગુસ્સો જાેવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ નાં નારા લગાવ્યા હતા. ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવી રાજનીતિ સામે યુવાઓ ગુસ્સે ભરાયા છે. તમામ નેતાઓને વિનંતી છે કે વિકાસની રજનીતી કરનાર રાજ્ય ડ્રગ્સની રાજનીતિ માટે નથી.
ડ્રગ્સ આપડે પકડ્યું એ અલગ અલગ રાજ્ય માંથી પકડ્યું છે ત્યાં જતું હતું. આમાં ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એવું નથી. યુવાઓમાં લત હોય તો એને બહાર લાવવાનું કામ આપણું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઓલમ્પિક બાબતે મેં કહ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર સ્પોર્ટ્સ ઇન્ફ્રા એવું ડેવલપ કરશે કે ભવિષ્યમાં અહી લાવી શકાશે. હર્ષ સંઘવીએ છેલ્લે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હોશિયાર લોકો મહેમાન ગતિ હંમેશા કરે, પણ દર ચૂંટણીમાં ડિસેમ્બર સુધીમાં ફરતાં દેખાય છે. જાન્યુઆરીમાં શોધ્યા મળતા નથી. ગુજરાતનાં લોકો ટાટા બાય બાય કહી દે છે આ વખતે પણ કહી દેશે.