કાજોલ દેવગન દ્વારા ઉદ્ઘાટન: IFBS દ્વારા આર્ટ એન્ડ નેચર બ્લૂમ્સનું અદભૂત પ્રદર્શન
હર્ષા હિન્દુજાએ બોન્સાઈ દ્વારા ક્લાઈમેટ એક્શન માટે કામગીરી કરી
મુંબઈ, શ્રીમતી હર્ષા હિંદુજા, ઈન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઈ સોસાયટી (IFBS)ના પ્રમુખ અને હિન્દુજા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તથા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અશોક હિન્દુજાના પત્ની અને IFBSના વાઇસ પ્રેસિડેન્ટ ઉર્વશી ઠાકરે 31 મી જાન્યુઆરી, 2025ના રોજ જમનાબાઈ નરસી સ્કૂલ સાથે સહયોગથી જમનાબાઈ નરસી સ્કૂલ કેમ્પસ ખાતે બોન્સાઈ પ્રદર્શન “બોન્સાઈ બોનાન્ઝા” નું ઉદ્ઘાટન કર્યું હતું. બોલિવૂડના જાણીતા સ્ટાર કાજોલ દેવગણે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જાપાનના કોન્સલ જનરલ યાગી કોજી પણ હાજર રહ્યા હતા. ઈન્ડિયા IFBSનું આ 22મું વર્ષ ચાલે છે. Harsha Hinduja champions climate action through Bonsai.
આ કાર્યક્રમ પર ટિપ્પણી કરતાં આઈએફબીએસના પ્રમુખ અને હિન્દુજા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી હર્ષા હિન્દુજાએ જણાવ્યું કે, “આ પ્રદર્શન પ્રકૃતિ, કલા અને સર્જનાત્મકતાની ઉજવણી છે. આ ટચુકડા વૃક્ષો આપણને આપણા જીવનમાં છોડના ગહન મહત્વને સમજાવે છે. તેઓ જ આપણને ટકાવી રાખે છે, ઓક્સિજન, આશરો અને પ્રેરણા પૂરી પાડે છે. આપણે પ્રકૃતિ અને માનવ હસ્તક્ષેપ વચ્ચેના નાજુક સંતુલનને સમજવું જોઈએ.
લોસ એન્જલસ ખાતે તાજેતરમાં લાગેલી વિનાશક જંગલી આગ આપણને માનવીના કાર્યોથી કેવા પરિણામો આવે તે યાદ અપાવે છે, જે આબોહવા પરિવર્તન, તાપમાનમાં વધારો, ભયંકર દુષ્કાળ અને અનિયંત્રિત વિકાસ તરફ દોરી જાય છે. તેના વિનાશક પરિણામ આવી શકે છે. બોંસાઈમાં પાંચેય તત્વો – જળ, અગ્નિ, પૃથ્વી, હવા અને ઈથર) આત્માનો સાર (સામેલ) છે જે તમારા અસ્તિત્વનો પડઘો પાડે છે. આ બધા તત્વો સંયુક્ત રીતે બ્રહ્માંડની શુદ્ધતા અને જીવન સાથે જોડાયેલા છે. બોંસાઈનું પ્રદર્શન સંતુલન, સરળતા અને મોસમી જાગૃતિના સિદ્ધાંતોને મૂર્તિમંત કરે છે. જેટલું ઓછું એટલું વધારે એ તેની ફિલસૂફી છે.”
બોન્સાઈ એ જાપાનમાં એક પ્રસિદ્ધ આર્ટ ફોર્મ છે. ભારતના શહેરી કેન્દ્રોમાં પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનને વેગ આપવા અંગે જાગૃતિ તરીકે તેની લોકપ્રિયતા વધતી જાય છે. અભિનેત્રી અને આ ઈવેન્ટના મુખ્ય અતિથિ કાજોલ દેવગણે જણાવ્યું કે, “દરેક સ્વરૂપમાં પ્રકૃતિ એવી ચીજ છે જેને આપણે બધાએ જોવાની જરૂર છે.
આ સમયમાં આપણી આસપાસની દરેક ઘટના, ખાસ કરીને છેલ્લા 5 -10 વર્ષની ઘટનાઓએ દેખાડ્યું છે કે આપણે પ્રકૃતિ કરતાં વધુ શક્તિશાળી નથી. વિજ્ઞાનમાં સુધારો થયો છે અને આપણે એક પ્રજાતિ તરીકે વધુ સારા બન્યા છીએ, પરંતુ આપણે પાછા જઈને મૂળ સ્તરે પ્રકૃતિ સાથે જોડાવું પડશે, આ ઈવેન્ટ તેનું એક અદ્ભુત ઉદાહરણ છે.
જાપાનના કોન્સ્યુલ જનરલ એચ. ઇ. યાગી કોજીએ જણાવ્યું કે, “આઇએફબીએસ દ્વારા આયોજિત 22મા બોન્સાઇ બોનાન્ઝા પ્રદર્શનનો ભાગ બનવા બદલ મને આનંદ થાય છે. હું આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આઈએફબીએસના પ્રમુખ શ્રીમતી હર્ષા હિંદુજાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. IFBSની શરૂઆત 2003માં થઈ હતી, જે આજે મુંબઈમાં બોન્સાઈ નિષ્ણાતોના અગ્રણી જૂથ પૈકી એક બની ગયું છે.
આઈએફબીએસ બોન્સાઈ અને ઈકેબાના દ્વારા મધર નેચર વિશે જાગૃતિ લાવવા પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. જાપાની સંસ્કૃતિએ પ્રકૃતિ સાથે સુમેળ અને સહઅસ્તિત્વની ભાવના વિકસાવી છે, બોન્સાઈ અને ઈકેબાના બંને આ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.
આઈએફબીએસના વાઇસ પ્રેસિડેન્ટ ઉર્વશી ઠાકરે જમનાબાઈ નરસી સ્કૂલને સ્થળ તરીકે રાખીને તેના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, તેમણે તેના સભ્યો અને IFSBની પ્રશંસા કરતાં જણાવ્યું કે, “બોન્સાઈ એ બાગાયત અને કલાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. તે એક જીવંત કળા છે અને તમારે દરરોજ તેની સંભાળ રાખવી પડશે. મેં મારા બગીચામાં કલાકો સુધી કામ કરીને ધીરજ અને ખંત શીખી છું. મને અમારી ટીમ પર ખૂબ ગર્વ છે, ખાસ કરીને સોસાયટીના પ્રમુખ હર્ષા હિન્દુજા પર જેમની પાસે વિશાળ હૃદય છે.
2003માં સ્થાપવામાં આવેલ IFBS એ ભારતની અગ્રણી બોન્સાઈ ક્લબો પૈકી એક છે. સોસાયટીએ 2023માં બે દાયકા પૂરા કર્યા હતા. તેણે પર્યાવરણની જાળવણી અને છોડનું જતન કરવા માટે પોતાનું સમર્પણ દર્શાવ્યું છે. શ્રીમતી હર્ષા હિંદુજા આ સોસાયટીના પ્રમુખ અને બાગકામના ઉત્સાહી છે ત્યારે આ સોસાયટી ‘બોન્સાઈ બોનાન્ઝા’ ઈવેન્ટના ઉપસ્થિત લોકો માટે એક અનોખો અને યાદગાર અનુભવ લાવશે તેની ખાતરી છે.