Western Times News

Gujarati News

હર્ષવર્ધનને ‘સનમ તેરી કસમ’ ફળી, રોમેન્ટિક હીરો ‘રેસ ૪’માં વિલન બનશે

મુંબઈ, સૈફ અલી ખાનની એક્શન-થ્રિલર ળેન્ચાઈઝી ‘રેસ ૪’ની લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મ સાથે હવે હર્ષવર્ધન રાણેનું નામ જોડાયું છે.

‘સનમ તેરી કસમ’ની રી-રિલીઝ સાથે જ દરેકનું ધ્યાન ખેંચનારા હર્ષવર્ધનને કરિયરમાં પહેલી બિગ બજેટ ફિલ્મ મળવા જઈ રહી છે. ‘સનમ તેરી કસમ’માં રોમેન્ટિક હીરોનો રોલ કરનારા હર્ષવર્ધનને ‘રેસ ૪’માં વિલનનો રોલ ઓફર થયો હોવાનું કહેવાય છે.

આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને હર્ષવર્ધનની ટક્કર જોવા મળશે. ‘સનમ તેરી કસમ’ને ઓરિજિનલ રિલીઝ સમયે ઠંડો રિસ્પોન્સ મળ્યો હતો. રી-રિલીઝમાં આ ફિલ્મ છવાઈ ગઈ હતી. ફિલ્મની સફળતાનો સૌથી વધુ લાભ હર્ષવર્ધનને મળી રહ્યો છે.

રોમેન્ટિક કેરેક્ટરમાં ઓડિયન્સને પસંદ આવેલા હર્ષવર્ધનને હવે વિલનનો રોલ મળ્યો છે. સૈફ અલી ખાનની એક્શન-થ્રિલર ‘રેસ ૪’ની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. ‘રેસ’ની પહેલી બે ફિલ્મમાં સૈફ અલી ખાનનો લીડ રોલ હતો, પરંતુ ત્રીજા પાર્ટમાં સલમાને સૈફ અલીની જગ્યા લીધી હતી.

‘રેસ’ના અસલી સિકંદર તરીકે સૈફ અલી ખાન ચોથી સીક્વલ સાથે ‘રેસ’માં પરત આવી રહ્યા છે. સૈફની આ ફિલ્મનું કાસ્ટિંગ હજુ ફાઈનલ થયું નથી. ફિલ્મમાં સૈફને ટક્કર આપે તેવા દમદાર વિલનની શોધ ચાલી રહી હતી ત્યારે મેકર્સની નજર હર્ષવર્ધન પર પડી હતી. ‘સનમ તેરી કસમ’ના કારણે લોકપ્રિય થયેલા હર્ષવર્ધનને મોટા બેનરની ફિલ્મો ઓફર થઈ રહી છે, જેમાં ‘રેસ ૪’નો પણ સમાવેશ થાય છે.

રોમાન્સના રાજામાંથી ખૂંખાર વિલન બનવા હર્ષવર્ધન તૈયાર છે અને આ મામલે પ્રોડક્શન હાઉસ સાથે વાતચીત ચાલી રહી છે. બંને પક્ષ વચ્ચે વાટાઘાટો સફળ રહે તો હર્ષવર્ધન હવે વિલનના રોલમાં જોવા મળશે. સૈફ અને હર્ષવર્ધનની ટક્કર જોવાનું દરેક માટે રસપ્રદ રહેશે.

૨૦૨૫ના વર્ષમાં ‘સનમ તેરી કસમ’ની રી-રિલીઝ સાથે ચર્ચામાં આવેલા હર્ષવર્ધને કરિયરની શરૂઆત ૨૦૧૦માં કરી હતી. તેલુગુ રોમેન્ટિક ફિલ્મ ‘તાકિતા તકિતા’થી તેમણે કરિયર શરૂ કરી હતી.

છ વર્ષ બાદ ‘સનમ તેરી કસમ’ રીલીઝ થઈ હતી. રૂ.૧૮ કરોડના બજેટ બજેટમાં બનેલી આ ફિલ્મને બોક્સઓફિસ પર માંડ રૂ.૯ કરોડ મળ્યા હતા.

જો કે રી-રિલીઝમાં આ ફિલ્મે આશ્ચર્યજનક રીતે ૫૦ કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું હતું. ઓરિજિનલ રિલીઝ કરતાં પાંચ ગણા કલેક્શન સાથે આ ફિલ્મ અને હર્ષવર્ધન ચર્ચામાં આવ્યા હતા. ૧૫ વર્ષની સ્ટ્રગલ પછી હર્ષવર્ધનને પહેલી વખત બિગ બજેટ ફિલ્મ ઓફર થઈ રહી છે.

તાજેતરમાં મળેલી સફળતાના પગલે અન્ય કેટલાક જાણીતા ફિલ્મમેકર્સે પણ હર્ષવર્ધન સાથે નવા પ્રોજેક્ટ માટે વાતચીત શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.