Western Times News

Gujarati News

હાર્ટેકે પાવર ગ્રીડ કોર્પોરેશન પાસેથી ગુજરાતમાં રૂ. 117 કરોડનો ઓર્ડર મેળવ્યો

ચંદીગઢ07 જાન્યુઆરી2025: હાર્ટેક ગ્રૂપના પાવર સિસ્ટમ બિઝનેસ યુનિટે ભારતની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (પીજીસીઆઇએલ) પાસેથી ગુજરાતમાં રૂ. 117 કરોડનો પ્રોજેક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટમાં 765 kV એઆઇએસ સબસ્ટેશનનું વિસ્તરણ તથા 400/220kV સબસ્ટેશનની કામગીરી સામેલ છે.

 આ સીમાચિહ્ન વિશ્વસનીયઉચ્ચ-ગુણવત્તાયુક્ત પાવર સોલ્યુશન સાથે ભારતના ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાની તેમજ દેશની વધતી ઊર્જાની માગને પૂર્ણ કરવા માટે ટ્રાન્સમીશનની કાર્યક્ષમતા વધારવા અને રિન્યૂએબલ એનર્જી ઇન્ટિગ્રેશનને સપોર્ટ કરવાની હાર્ટેકની કટીબદ્ધતા દર્શાવે છે.

 આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતાં હાર્ટેક ગ્રૂપના ગ્રૂપ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ સિમરપ્રિત સિંઘે કહ્યું હતું કે, પીજીસીઆઇએલ પાસેથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પ્રાપ્ત કરવો અમારા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે અને એક્સ્ટ્રા હાઇ વોલ્ટેજ (ઇએચવી) સેગમેન્ટમાં અમારું નેતૃત્વ દર્શાવે છે. આ જટિલ અને મોટાપાયે ટ્રાન્સમીશન સોલ્યુશન ડિલિવર કરવાની અમારી ક્ષમતા દર્શાવે છેજે ભારતના ઉભરતાં ઊર્જા માળખા માટે આવશ્યક છે.

આ પ્રોજેક્ટ રાષ્ટ્રના ગ્રીડ વિસ્તરણ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે અને અમને વિશ્વસનીય પાવર ડિલિવરી અને રિન્યૂએબલ એનર્જી ઇન્ટિગ્રેશનમાં યોગદાન આપવાનો ગર્વ છે. અમે વૃદ્ધિ સાધી રહ્યાં છે તેની સાથે આ પ્રકારના પ્રોજેક્ટ્સ અમારી બજાર સ્થિતિને મજબૂત બનાવે છે અને પાવર ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી કટીબદ્ધતાને મજબૂત બનાવે છે.

 765kV સબસ્ટેશન ભારતની પાવર ટ્રાન્સમીશન ક્ષમતામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ છેજે આગામી વર્ષોમાં નોંધપાત્ર ગ્રીડ વિસ્તરણના સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઇએ)ના અંદાજોને અનુરૂપ છે. આ પ્રકારના પ્રોજેક્ટ દેશના મહાત્વાકાંક્ષી ઊર્જા લક્ષ્યોને પૂર્ણ કરવામાં તથા ગ્રીડ સ્ટેબિલિટી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

હાર્ટેક ઇપીસી (એન્જિનિયરીંગપ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) સેક્ટરમાં અગ્રેસર રહ્યું છે તથા તેણે સમગ્ર ભારતમાં મોટા હાઇ-વોલ્ટેજ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યાં છે. આ નવો ઉમેરો ઇએચવી સેગમેન્ટમાં હાર્ટેકની ઉપસ્થિતિને મજબૂત કરવાની સાથે-સાથે વિશાળ અને જટિલ પાવર ટ્રાન્સમીશન પ્રોજેક્ટ્સ ડિલિવર કરવાની તેની ક્ષમતાને દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.