Western Times News

Gujarati News

હરિયાણામાં બસોને લાગ્યો આઝાદીનો રંગ

haryana bus har ghar tiranga

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સરકારે મોદી સરકારનું હર ઘર તિરંગાનું કેમ્પેઈન પૂર ઝડપે દોડાવ્યું છે. હરિયાણા સરકારે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને હર ઘર તિરંગાના રંગે રંગીને રસ્તાઓ પર દોડતી કરી દીધી છે.

હરિયાણા સ્ટેટ ટ્રાન્સપોર્ટની કેટલીક બસોને હર ઘર તિરંગાના રંગથી રંગી દેવામાં આવી છે. બસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે.

26 ઑક્ટોબર 2014 ના રોજ હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. 18 વર્ષ પછી પણ તેઓ આ પદ પર રહેલા પહેલા નેતા એવા છે કે જે જાટ નથી. હરિયાણામાં મુખ્ય વસ્તી જાટ સમુદાયની છે.  તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે વર્ષોથી જોડાયેલા છે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રચારક છે.

હરિયાણા વિધાનસભા બેઠકમાં તેઓનું પ્રતિનિધિત્વ કરે છે. 2014ના હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિજયના બાદ વિધાયક દળ દ્વારા તેઓને નેતા તરીકે પ્રમુખ પદ માટે નામ આપવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.