હરિયાણામાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, ટીયર ગેસનો ઉપયોગ કરાયો
ચંડીગઢ, હરિયાણાના કરનાલમાં ખેડૂત મહાપંચાયત પહેલા કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થયું. સીએમ મનોહરલાલ ખટ્ટર અહીં ખેડૂતો સાથે સંવાદ કરવાના હતા. રવિવારે બપોરે દેખાવકારોએ રેલી માટે બનાવેલો મંચ તોડી નાખ્યો. ત્યારબાદ પોલીસે ખેડૂતોને રોક્યા તો બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ અને થોડીવારમાં જ તેણે ઘર્ષણનું સ્વરૂપ લઈ લીધુ. Haryana CM Manoharlal Khattar cancels rally as farmers clash with police break stage & helipad
ઉગ્ર થયેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને પાણીનો મારો પણ કરવામાં આવ્યો. હોબાળા બાદ સીએમ મનોહરલાલ ખટ્ટરનો કાર્યક્રમ રદ કરી દેવાયો. મળતી માહિતી મુજબ હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર રવિવારે કરનાલના કેમલા ગામમાં ખેડૂત મહાપંચાયત રેલી કરવાના હતા.
કોશિશ એવી હતી કે ખેડૂતો સાથે વાત કરીને સમસ્યાનો ઉકેલ લાવી શકાય અને તેમને કૃષિ કાયદા માટે રાજી કરી શકાય. જેને લઈને પ્રશાસન તરફથી સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રવિવારે બપોરે અહીં ગઢી સુલ્તાન પાસે પોલીસે નાકુ બનાવી રાખ્યું હતું. જાે કે તેનો વિરોધ કરનારા ખેડૂતો અહીં ભેગા થવાના શરૂ થઈ ગયા હતા. જેવા તેઓ આગળ વધ્યા કે પોલીસે તેમને રોક્યા અને ન માનતા તેમના પર ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો.