હરિયાણાનાં સોનીપતમાં ભાજપ નેતાની હત્યા કરાઈ

પાડોશીએ જ ધરબી દીધી ગોળી
માહિતી મળતાં પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કેસની તપાસ શરૂ કરી હતી
હરિયાણા,
હરિયાણાના સોનીપતમાં ભાજપના નેતાની તેમના પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી. જમીનના વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે. માહિતી મળતાં પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કેસની તપાસ શરૂ કરી હતી.મળતી માહિતી મુજબ, મૃતક ભાજપ નેતાની ઓળખ મુંડલાણા મંડળના પ્રમુખ સુરેન્દ્ર જવાહરા તરીકે થઈ છે. ગામમાં રાત્રે ૯ઃ૩૦ વાગ્યે હત્યા કરવામાં આવી હતી.
એવું કહેવાય છે કે ભાજપના નેતાએ તેમના પાડોશીની કાકીની જમીન ખરીદી હતી. આ અંગે વિવાદ ચાલી રહ્યો હતો.આરોપીઓએ થોડા દિવસ પહેલા ભાજપ નેતાને જમીન પર પગ ન મૂકવાની ચેતવણી પણ આપી હતી.જ્યારે ભાજપ નેતા જમીન વાવવા પહોંચ્યા, ત્યારે ગુસ્સે ભરાયેલા પાડોશીએ ગઈકાલે રાત્રે તેમને ત્રણ ગોળી મારીને હત્યા કરી દીધી.પોલીસે જણાવ્યું કે શુક્રવારે મોડી રાત્રે સોનીપતમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
જમીનના વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી હતી. માહિતી સામે આવી છે કે ભાજપ નેતાએ આરોપીની કાકીની જમીન ખરીદી હતી. જોકે, આરોપીઓએ ભાજપના નેતાને જમીન પર પગ ન મૂકવાની ચેતવણી આપી હતી.આ અંગે ભાજપના નેતાએ આરોપીઓ સાથે અનેક દલીલો કરી હતી. શુક્રવારે રાત્રે, જ્યારે ભાજપ નેતા જમીન પર બીજ વાવવા ગયા, ત્યારે આરોપીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી. આરોપીઓએ તેમને ત્રણ ગોળી મારી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું.SS1