Western Times News

Gujarati News

અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ રીપીટ: દર્શનાબેન જરદોશ કપાયા: 4 બેઠકો પર સસ્પેન્સ

ભાજપે બીજી યાદીમાં ૭ ઉમેદવારો જાહેર કર્યા: કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીની બેઠક ઉપર સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટીકીટ

અમદાવાદ,  ભાજપની ચૂંટણી સમિતીની બેઠકમાં બુધવારે વધુ ૭૨ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના વધુ ૭ ઉમેદવારોનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની પુનઃ ટીકીટ આપવામાં આવી નથી. આ ૭ બેઠકો ઉપર માત્ર બેજ ઉમેદવારો રીપીટ થયા છે. ભાજપની ચૂંટણી સમિતીની બેઠકમાં અમરેલી બેઠક ઉપર વિશેષ ચર્ચા થઈ છે.

અને આ બેઠક માટે છેલ્લી યાદીમાં નામ જાહેર કરાય તેવી શક્યતા છે. ભાજપે ગુજરાતની ૨૬ બેઠકોમાંથી ૨૨ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે ચાર બેઠકોના ઉમેદવારો માટે મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતને અડીને આવેલી કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીની બેઠક ઉપર સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટીકીટ આપતાં જ સ્થાનિક રાજકારણમાં ચહલપહલ વધી ગઈ છે.

ભાજપે બીજી યાદીમાં ગુજરાતના ૭ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ૨ ચહેરા વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે. જ્યારે ૫ સિટીંગ સાંસદોના પત્તા કાપ્યા છે. જેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે.

તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટા ઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઇ છે. જસુ રાઠવાએ ૧૧ મહિના પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જેના પછી તેઓ પક્ષમાં ફરી સક્રિય થયા હતા.

ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. મુકેશ દલાલ સુરત શહેર ભાજપના મહામંત્રી છે. તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા. તેઓ ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકામાં છે.

ધવલ પટેલ વલસાડ જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ છે અને હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય છે. સોમવારે દિલ્હીમાં મળેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળેલી બેઠકમાં આ નામ પર આખરી મહોર મરાઇ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં ભાજપે ૨૬માંથી ૨૨ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ૧૨ સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ૧૦ બેઠકો પરથી નવા ઉમેદવાર જાહેર કરાયા છે. તેમજ ૧૦ વર્તમાન સાંસદોને ટિકિટ કપાઇ છે. ૪ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં મહેસાણા, સુરેન્દ્રનગરના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલીના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં પણ નવા ઉમેદવારો જોવા મળી શકે તેવી પણ ચર્ચા શરૂ થઈ છે.

જ્યારે ૫ સિટીંગ સાંસદોના પત્તા કાપવામાં આવ્યા છે. જેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટા ઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.