Western Times News

Gujarati News

ચૂંટણી પ્રચારમાં હથિયારબંધી અને ઉશ્કેરણીજનક કૃત્યો પર પ્રતિબંધ જાહેર કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. જેના અનુસંધાને અમદાવાદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની તેમજ પબ્લિક ઓર્ડરની જાળવણી વાસ્તે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદ જીલ્લો ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ – ૩૭ (૧) થી મળેલ અધિકારની રૂઈએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકૂમત સિવાયના સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરણીજનક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અઢી ઇંચથી વધારે લાંબા ચપ્પા, શસ્ત્રો, દંડા,તલવાર, સોટી,બંદૂક, ખંજર, લાઠી કે અણીયાળા સાધનો રાખવા પર, પથ્થરો કે હાનિકારક સ્ફોટક પદાર્થો લઈ જવા, એકઠા કરવા કે અન્ય પર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ ઉપરાંત અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેમજ રાજયની સલામતી જોખમાય તેવા ચેનચાળા, છટાદાર કે ઉશ્કેરણીજનક ભાષણો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ હુકમ સરકારી કામગીરી કે ફરજ પર હોય અથવા અધિકારી તેમજ અશક્ત વ્યક્તિને લાકડી-લાઠી સાથે રાખવી જરૂરી હોય તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંધન કરનાર સામે મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫ની પેટા કલમ – ૧ હેઠળ ઓછામાં ઓછી ચાર મહિના અને વધુમાં વધુ એક વર્ષની કેદની અને દંડની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ અન્વયે કાનુની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.