Western Times News

Gujarati News

હાથમતી નદીના પટમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

પ્રતિકાત્મક

તલોદ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી નદીના પટમાંથી અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના ભોલેશ્વર ઓવરબ્રિજ વિસ્તારમાં બ્રહ્માણી માતાજીના મંદિર નજીક ગુર્જર ભારતી આશ્રમ શાળાની પાછળના ભાગમાં બની હતી.

મૃતદેહની દુર્ગંધની જાણ થતાં હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમણે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને બોલાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક અંદાજે પ૦ વર્ષની ઉંમરનો પુરુષ છે અને મૃતદેહ છેલ્લા ૬ દિવસથી વધુ સમયથી ત્યાં પડ્યો હોવાનું અનુમાન છે. મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગઈ હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.