Western Times News

Gujarati News

હાથરવા મુકામે પૂજ્ય બ્રહ્મલીન સંતશ્રી રતનબાનો સોડસી ભંડારો યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, જ્યાં પાંચ સંતરત્નો પ્રાપ્ત થયા છે તેવી ભૂમિ હાથરવા મુકામે રામપુરી દાદાની ભૂમિ મુકામે ૧૪ તારીખને શુક્રવારે બ્રહ્મલીન થયેલ બ્રહ્મનિષ્ઠ સંતશ્રી રતનબાનો સોડસી ભંડારો યોજાયો.

ડીજેના તાલ સાથે સૌ સંતોની શોભા યાત્રા કાઢવામાં આવી અને ધર્મ સભાએ પહોંચ્યા પછી દીપ પ્રાગટ્ય કરી અને સૌ સંતોએ સ્થાન ગ્રહણ કરેલ. સ્વાગત અભિવાદન શ્રી અમીચંદભાઈ સાહેબે બધી જ બાબતોને આવરીને કર્યું. સૌ સંતોને પુષ્પમાળા, શાલ અને મોમેન્ટોથી અભિવાદન કરવામાં આવેલ.

આ શુભ પ્રસંગે પાવનધામથી સંત શ્રી ચંદુરામ મહારાજ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ, કબીર આશ્રમ વિરેશ્વર સંતશ્રી તુલસીદાસ સાહેબ, રેવાસથી જ્ઞાનનંદજી મહારાજ, લક્ષ્મીપુરાથી સોહમપુરી મહારાજ, ચૌટાસણથી નરસિંહદાસ મહારાજ, ખેડબ્રહ્મા થી શ્રી મણીરામ મહારાજ તથા પંકજદાસજી મહારાજ, જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય સંતશ્રી સુરેશભાઈ પટેલ, થુરાવાસથી મોટા મણીરામ મહારાજ, વાસણથી દશરથસિંહજી બાપુ, મોરડથી ધુળારામ મહારાજ,

માથાસુર થી ભગવાનદાસ મહારાજ, ચોટાસણથી નરસિંહદાસ મહારાજ, થુરાવાસથી નાના મણીરામ મહારાજ તથા હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ૩૨ લાખ રૂપિયા જેટલું માતબર દાન આપવા બદલ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. સૌ સંતોએ પૂજ્ય બ્રહ્મલીન રતનમાની નિસ્વાર્થ ભાવે સેવાઓને બિરદાવવામાં આવી હતી..

સદગત પૂજ્ય રતનબા અબોલ પ્રાણીઓને જાતે રોટલા બનાવી અને ખવડાવતા હતા. તરસ્યાને પાણી ભૂખ્યાને ભોજન તેમનો જીવન મંત્ર હતો. દિન દુખીયા ની મદદ કરતા અને પુત્ર રત્ન માટે રાખેલ બાધા તેમના આશીર્વાદથી ફળીભૂત થતી હતી. તેમના આશીર્વાદથી પારણું બંધાયેલ એવા દામાવાસકંપાના શ્રી કેશુભાઈ હંસરાજભાઈ પટેલે રૂ.૧,૨૧,૦૦૦ દાન આપ્યું હતું.

આ ઉપરાંત તાત્કાલિક ૫૧૦૦૦ નું દાન આપનાર આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી અમચંદભાઈ સાહેબ અને શ્રી મગનભાઈ પસાભાઈ પટેલ નું પણ સન્માન કરવામાં આવેલ. હાથરવા ગામના તમામ સમાજના જેવા કે રાજપુત, રબારી, પંચાલ, પાટીદાર, તથા ઠાકોર સમાજ એમ દરેક સમાજમાંથી દાન મળ્યું હતું

અને ગામના યુવાનો દ્વારા મંડપ ભોજન પાણી ર્પાકિંગ એલઇડી જેવી સુંદર વ્યવસ્થા કરી હતી. આભાર વિધિ હાથરવાના શ્રી મગનભાઈ પસાભાઈ પટેલે કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સુપેરે સુંદર સંચાલન જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ લાઇબ્રેરીયન શ્રી નરેશભાઈ પટેલે કર્યું હતું. અંતમાં સૌ બ્રહ્મભોજન લઈ અને પૂજ્ય રતનમાંને યાદ કરતા કરતા છૂટા પડ્‌યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.