ગાયત્રી મંદિર ખેડબ્રહ્મામાં હવન તથા રક્તદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, આચાર્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મદિન નિમિત્તે ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતા વસંત પંચમીના પાવન દિવસે ખેડબ્રહ્મા ની પવિત્ર હરણાવ નદીના કિનારે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે સવારે ૮ઃ૦૦ વાગ્યાથી સપ્ત કુંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં ૨૧ જાેડકા બેસાડ્યા હતા અને ગાયત્રી શક્તિપીઠની બહેનો દ્વારા હવન કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રીપીઠના મૃદુલાબેન વોરા તથા ગાયત્રી પરિવારની તમામ બહેનોએ કર્યું હતું.
સતક કુંડી હવન ૧૧ઃ૦૦ વાગે પૂર્ણ થયો હતો તે પછી શક્તિપીઠના હોલમાં ધર્મ સાથે રાષ્ટ્રીય ભાવના અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન ખેડ બ્રહ્માની માં બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પીઠના ભાઈ બહેનો તથા શહેરના અન્ય લોકોએ રક્તદાન કરતાં ૧૦ બોટલ જેટલું રક્તદાન એકઠું થયું હતું.