Western Times News

Gujarati News

હેવમોરે નવી લોટ્ટે આઈસક્રીમની આકર્ષક શ્રેણી સાથે નવા ફ્લેવર્સ લોન્ચ કર્યા 

સંપૂર્ણ અનુભવ માટે ક્લાસિક અને નવીન ફ્લેવર્સના સંયોજન ધરાવતી આઈસક્રીમની શ્રેણી  ઝુલુબાર ડાર્ક ક્રન્ચ, વર્લ્ડ કોન ઈટાલિયાનો તિરામિસુ, વાઈલ્ડ બેરીઝ, સિતાફલ, રજવાડી કુલ્ફી ફાલૂદા અને અન્ય વૈવિધ્યસભર ફ્લેવર્સ 

જૂન, ૨૦૨૩: ભારતીય ગ્રાહકો સ્વાદમાં રૂચિ વધી રહી છે અને નવા ફ્લેવર્સનો અનુભવ કરવાની ઈચ્છા ધરાવી રહ્યાં છે ત્યારે ભારતની અગ્રણી આઈસક્રીમ બ્રાન્ડ અને લોટ્ટે વેલફૂડ કંપની લિમિટેડની પેટાકંપની હેવમોર આઈસક્રીમે આ સીઝનમાં ક્રીમી આઈસક્રીમના આકર્ષક ફ્લેવરની શ્રેણીનું અનાવરણ કર્યું છે.

આહલાદક સ્વાદના અનુભવનું વચન આપતા, બ્રાન્ડે સર્જનાત્મકતા સાથે તૈયાર કરેલા ૧૦ નવા ફ્લેવર્સ વૈવિધ્યસભર સ્વાદ અને પ્રાથમિકતાઓ પ્રદાન કરે છે. આ સિઝનમાં, બ્રાન્ડ ગર્વથી નવીન અને આકર્ષક ક્રીમી આઈસ્ક્રીમની શ્રેણીને સમર્પિત કરે છે, જે ભારતીય ગ્રાહકોના પરિવર્તિત થતા સ્વાદને સંતોષતા ફ્લેવર્સના અસાધારણ વર્ગીકરણ માટેના તેમના સહિયારા જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.

હવમોર આઇસક્રીમ ભારતીય ગ્રાહકોની પસંદગીઓને ખરેખર સમજે છે અને તેમના સ્વાદને રૂચિકર હોય તેવો આનંદ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. સમૃદ્ધિના સ્પર્શ સાથે પરંપરાગત આઈસક્રીમનો સ્વાદ ઉમેરીને, હેવમોર તેની રજવાડી કુલ્ફી ફાલુદા સાથે એક મનોહર અનુભવનું સર્જન કરે છે જે ઉત્કૃષ્ટ છે,

જે ડ્રાય ફ્રુટ્સના વૈભવી સ્વાદની ઇચ્છા રાખતા આઇસક્રીમના શોખીનોની ઇચ્છાઓને સંતોષે છે. ઝુલુબાર હાવમોરની સૌથી મનપસંદ ચોકલેટી આઇસક્રીમ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રિય ચોકલેટને એક સ્તર ઉપર લઈ જતા, હેવમોરે નવા વેરીયન્ટ ઝુલુબાર, ડાર્ક ક્રન્ચ લોન્ચ કરી છે.

આ અનેરી આઈસક્રીમ બદામથી કોટેડ રંગીન ડાર્ક ચોકલેટના ટુકડાઓથી સમૃદ્ધ છે, જે ચોકલેટના રસીયાઓને આનંદદાયક અનુભવ પૂરો પાડે છે. વિશિષ્ટ અને સમૃદ્ધ આઇસક્રીમનો અનુભવ આપી શકે એવી વાઈલ્ડ બેરીઝ બ્લોકબસ્ટરનો સ્વાદ, સ્ટ્રોબેરી, બ્લુબેરી અને રાસબેરીની આનંદદાયક સંયોજનથી ભરપૂર છે. દરેક બાઈટમાં વિદેશી બેરીનો અહેસાસ અવિસ્મરણિય સ્મૃતિ ઉભી કરે છે અને મજા કરાવે છે.

લોટ્ટે વર્લ્ડ કોન સાઉથ કોરીયામાં સૌથી વધુ વેચાતી આઈસક્રીમ છે. ૨૦૨૧માં ભારત ખાતે લોન્ચ થયેલી આ આઈસક્રીમે તરત જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. આ સાથે લોકપ્રિય વર્લ્ડ કોન આઈસક્રીમ કલેક્શનમાં વધુ એક ઉમેરો છે જે છે લોટ્ટે ઈટાલિયાનો તિરામિસુ. તે મસ્કકાર્પોન ક્રીમ, કોફી અને બ્રાઉનીનું સંપૂર્ણ મિશ્રણ છે, જેને વૈભવી ચોકલેટ કોટિંગથી સજ્જ કરવામાં આવી છે, જે અવિસ્મરણીય અનુભવની બાંયધરી આપે છે.

તમે આ આનંદને સરળતાથી માણી શકો તે સુનિશ્ચિત કરવા માટે, આ વર્લ્ડ કોન ક્રાંતિકારી પેકેજિંગ તકનીક સાથે આવે છે. અહીં જ અટકવાનું નથી. હેવમોર તમારા માટે લઈ આવ્યું છે કોફી અને કેરેમલ ફ્લેવર્સના રૂચિકર સંયોજનમાં લોટ્ટે મેગાટોન આઈસક્રીમ જે ભારતમાં લોન્ચ થયેલી વધુ એક અનન્ય અને ઉત્કૃષ્ટ આઈસક્રીમ છે.

હેવમોર આઈસક્રીમના માર્કેટિંગ વીપી શ્રીમાન રિષભ શર્માએ (Mr. Rishabh Verma, VP of Marketing Havmor Ice Cream) નવીનતમ શ્રેણી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમે અપવાદરૂપ ઉત્પાદનો તૈયાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ, અને અમારા નવીનતમ પ્રદાનો સાથે, અમે અમારા ગ્રાહકોને હેવમોર અને લોટેની વિશિષ્ટ બ્રાન્ડ હેઠળ એલિવેટેડ આઇસક્રીમનો અનુભવ પ્રદાન કરવાની ઇચ્છા રાખીએ છીએ.

અમારી સમર્પિત ટીમે વિવિધ ગ્રાહકોની પસંદગીઓને પહોંચી વળવા માટે, બિલવ્ડ ક્લાસિક્સ અને ડેરિંગ ન્યુ ક્રિએશન્‍સને આવરી લેતી શ્રેણીને તૈયાર કરવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. આ નવા સ્વાદનો પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો છે, અને અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો ઉનાળાની ગરમીને પરાજિત કરવાના એકમાત્ર માર્ગ તરીકે આ ઉત્કૃષ્ટ સ્વાદનો આનંદ માણવાનું ચાલુ રાખશે.’

આ નવી શ્રેણી ઉનાળામાં ગરમીનો સામનો કરવા માંગતા દરેક જણ માટે યોગ્ય છે. ૧૦૦% મિલ્ક આઇસક્રીમ ઉત્પાદક હોવાને કારણે, દરેક સ્કૂપને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે, જેમાં પ્રીમિયમ સ્વાદના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે.

આ બ્રાન્ડનો હેતુ કોઈપણ દિવસે ગો-ટુ-હેપીનેસ પાર્ટનર તરીકે આઇસક્રીમની ભૂમિકાને જીવંત કરીને દેશભરના ગ્રાહકોના મન અને હૃદયમાં એક મીઠી જગ્યા બનાવવાનો છે. તાજેતરમાં, કંપનીએ બ્રાન્ડના ચહેરા તરીકે ભારતના જાણીતા ક્રિકેટર હાર્દિક પંડ્યાને સામેલ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.