Western Times News

Gujarati News

HCCBએ ટોચની બી-સ્કૂલ્સના ઈન્ટર્ન્સને અનોખો ડિજિટલ અનુભવ પૂરો પાડીને પોતાનું વચન પાળ્યું

આઈઆઈએમ-બી, આઈઆઈએમ-એલ, એમડીઆઈ-ગુડગાંવ અને એનએમઆઈએમએસ સહિતની ભારતની અગ્રણી બી-સ્કૂલ્સના લગભગ 30 સ્નાતકો એચસીસીબીમાં વર્ચ્યુઅલ સમર ઈન્ટર્નશિપ કરી રહ્યા છે

ભારતની ટોચની એફએમસીજી કંપનીઓમાં સમાવિષ્ટ હિંદુસ્તાન કોકા કોલા બેવરેજીસે (એચસીસીબી) કોવિડ-19 મહામારી દરમિયાન દેશની અગ્રણી બી-સ્કૂલ્સના લગભગ 30 ઈન્ટર્ન્સને સ્થાન આપવા માટે ડિજિટલ માર્ગ અપનાવ્યો. દેશના અનેક સંસ્થાનોએ આવન-જાવનને લગતી સમસ્યાઓના લીધે પોતાના ઈન્ટર્નશિપ કાર્યક્રમો બંધ કર્યા હતા ત્યારે એચસીસીબીએ વર્તમાન કટોકટીભર્યા સમયમાં પોતાનું વચન નિભાવવા માટે ઈન્ટર્નશિપ કાર્યક્રમમાં જરૂરિયાત મુજબ પરિવર્તનો કર્યા.

 એચસીસીબીના કાર્યકારી નિર્દેશક અને મુખ્ય માનવ સંસાધન અધિકારી શ્રી ઈન્દ્રજીત સેનગુપ્તાએ જણાવ્યું હતું કે એમ લાગતું હતું કે આ મહામારી વર્તમાન કામગીરીઓને ખોરવી નાંખવા જ આવી છે પરંતુ એચસીસીબીએ સંપૂર્ણરીતે ડિજિટલ બનીને પોતાનું વચન નિભાવવાનો નિર્ણય કર્યો. તેનો સંબંધ ન કેવળ અમારા મૂલ્યોને અનુરૂપ આચરણ કરવાનો હતો, પરંતુ આ બાબત તેમની કારકિર્દી સાથે પણ જોડાયેલી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે અમે પોતાના કાર્યક્રમની ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવા માંગતા ન હતા જેને અમે ખૂબ જ મહેનતથી બનાવ્યો અને વિકસાવ્યો છે. અમારા માટે યોગ્ય કામગીરી કરવી જ સૌથી મહત્વની છે.

 એચસીસીબીના વર્ચ્યુઅલ સમર ઈન્ટર્નશિપ કાર્યક્રમમાં કામ કરતી વખતે તાલીમ, વાસ્તવિક કાર્યકારી સમસ્યાઓનું નિદાન, ઓનલાઈન ક્લાસીસ થકી શરૂઆતથી અંત સુધીનું નિરાકરણ અને સિનિયર લીડરશીપ ટીમ્સ સાથે પરસ્પર સંવાદ, ઓનલાઈન માર્ગદર્શન, ડેટા વિશ્લેષણ અને પ્રોજેક્ટ રિવ્યૂ જેવી બાબતો સમાવિષ્ટ છે. ઈન્ટર્નશિપના ઓનલાઈન મોડ્યુલનો એવો પણ અર્થ છે કે કંપનીએ પોતાના ડેટા અને ડેટાબેઝનો ઉપયોગ કરવા દેવા માટે વ્યવસ્થા કરવાની સાથે સિસ્ટમ્સ, ડેટા અને ઉપકરણોની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવાનો હતો.

 કાર્યક્રમને એ પ્રકારે ડિઝાઈન કરવામાં અને અમલમાં મૂકવામાં આવ્યો છે કે ઈન્ટર્ન કાર્યસ્થળે ગયા વિના જ કોઈપણ વ્યક્તિ સાથે પ્રત્યક્ષ મુલાકાત કર્યા વિના જ કોલેજથી કોર્પોરેટ વિશ્વ સુધીની સફર સહજતાથી પૂરી કરી શકે. યુવા સ્નાતકો પાસે એચસીસીબીના સીઈઓ ક્રિસ્ટીના રૂગિએરો સહિત લીડરશીપ ટીમ સાથે નિયમિત સમયાંતરે જોડાવાની તક છે. આ વર્ચ્યુઅલ અનુભવ દ્વારા ઈન્ટર્ન્સ લીડરશીપ ટીમ પાસેથી કોઈપણ સમયે સ્પષ્ટીકરણ માંગી શકે છે જેઓ તેમની વાત સાંભળવા માટે હંમેશા તૈયાર હોય છે.

 ઈન્ટર્નશિપ પ્રોગ્રામની શરૂઆતના સમયમાં બજારો બંધ થઈ રહ્યા હતા, ફેક્ટરીઝમાં ઉત્પાદન અટકી રહ્યા હતા અને કેટલાક પસંદગીના જ ડેપો અને ડિસ્ટ્રીબ્યુટર્સનું કામ ચાલુ હતું. આવા સમયમાં એચસીસીબીએ પોતાના મોડ્યુલને પરિસ્થિતિ મુજબ ઢાળવા ઉપરાંત એક એવો સંપૂર્ણ ઈન્ટર્નશિપ કાર્યક્રમ નક્કી કર્યો જેમાં ભારતની ટોચની એફએમસીજી કંપનીઓમાં સ્થાન ધરાવતી કંપનીમાં શીખવાના અનુભવની તમામ વિશિષ્ટતાઓ સામેલ હોય. ઈન્ટર્ન્સ બજારનું વિશ્લેષણ કરી શકે તેના માટે સેકન્ડરી રિસર્ચ ડેટાની મદદથી વિસ્તૃતપણે પાયાની કામગીરીઓ હાથ ધરવામાં આવી. પરિણામો, અહેવાલો અને ભલામણોને બારીકાઈથી તપાસવા માટે પ્રોજેક્ટ ગાઈડ્સ દ્વારા નિયમિતપણે સમીક્ષાઓ કરવામાં આવી.

 આ અનુભવથી ઈન્ટર્ન્સને મુશ્કેલીના સમયમાં સંકલન સાધવું, વિનમ્રતા કેળવવી અને એ જ બાબત પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરવો જે તમારા નિયંત્રણ હેઠળ હોય જેવી અનેક મહત્વની શીખ મળી. આ દરમિયાન ઈન્ટર્ન્સને લીડરશીપ ટીમ સાથે વાતચીત કરવા અને એકબીજા સાથે ઓનલાઈન સંવાદ કરવાની તક મળી જેનાથી તેમનામાં પોતીકાપણાની ભાવના જાગી. આ પ્રકારે મોટાભાગના ઈન્ટર્ન્સ માટે તેમની કમ્પ્યૂટર સ્ક્રીન્સ જ એક ઘરમાં અનેક ઘર બની ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.