Western Times News

Gujarati News

HCL ટેકનોનો કર્મીના સેલરીમાં કાપ ન મુકવા નિર્ણય

કંપનીનો કોઈ પ્રોજેક્ટ રદ થયો નથી પણ નવા પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છેઃ ૧૫૦૦૦ લોકોને નોકરી આપશે

નવી દિલ્હી,  એક તરફા કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને તેના લીધે કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે અને તે પોતાના કર્મચારીઓની સેલેરી કાપી રહી છે ત્યારે એચસીએલ ટેક્‌નોલોજીસે પોતાના દોઢ લાખ કર્મચારીઓની સેલેરીમાં કાપ ન મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કંપની ગત વર્ષનું બોનસ પણ આપશે, જેનો વાયદો તેણે કર્યાે હતો. દેશની આ ત્રીજી સૌથી મોટી સાફ્ટવેર કંપનીએ પહેલા કહ્યું હતું કે, ૧૫૦૦૦ લોકોને નોકરી આપશે. કંપનીએ સેલેરી ન કાપવા તથા બોનસ આપવાના જે કારણો જણાવ્યા તે તમારું દિલ જીતી લેશે.

કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર અપૈરો વીવીએ કહ્યું કે, કંપનીનો કોઈ પ્રોજેક્ટ કેન્સલ થયો નથી પણ નવા પ્રોજેક્ટરમાં થોડો વિલંબ થયો જરૂર દેખાઈ રહ્યો છે. જા કે, કંપનીએ સારા સંકેત મળી રહ્યા છે અને તેને આશરે ૫ હજાર લોકોની જરૂર છે, જેના માટે તે રિક્રૂટમેન્ટ કરી રહી છે. તેમણે કહ્યું કે, ટ્રાન્સપોર્ટેશન અને મેન્યુફેકરિંગને ઘણું નુકસાન થઈ રહ્યું છે કારણ કે, ક્લાઈન્ટ્‌સ માટે પણ આ મુશ્કેલ સમય છે.

જાકે, તેમણે સ્પષ્ટ કર્યું કે, હજુ પણ હાયરિંગ ચાલી રહ્યું છે અને કંપની પોતાના કોઈ કર્મચારીની ન સેલેરી કાપશે, ન તો બોનસ રોકશે. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે જે બોનસ અમે કર્મચારીઓને આપી રહ્યા છે તે તેમના છેલ્લા ૧૨ મહિનાની મહેનતનું પરિણામ છે અને અમે જે પ્રોમિસ કર્યું છે તેને પૂરું કરીશું. અમે ૨૦૦૮ની મંદી વખતે પણ કોઈ કર્મચારીની સેલેરી નહોતી કાપી અને અમે હજુ એ સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.