HDFCની પોલિસીના બહાને યુવક સાથે છેતરપિંડી
અમદાવાદ : એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સની પોલિસી (hdfc life insurance policy) હેઠળ ઉંચા અને આકર્ષક વ્યાજની લાલચ આપી બોડકદેવના યુવક સાથે રૂ.૧૦.૨૦ લાખની ઠગાઇ અને છેતરપીંડી કરનાર યુવતી સહિત ચાર જણાં સામે શહેરના વ†ાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોડકદેવના સીમંધર ટાવરમાં રહેતા માર્કંડેય ઓઝા સાણંદ (Markandey Oza, Simandhar tower, Bodakdev, Ahmedabad) ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઓકટોબર-૨૦૧૭માં માર્કંડેય પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ કહ્યું કે, હું એચડીએફસી બેન્ક લાઈફ ઇન્શ્યોરન્સમાંથી બોલું છું.
એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવાથી માર્ચ-૨૦૧૮માં ૧૩ ટકા વ્યાજ અને ૨૫ ટકા બોનસ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. આમ કહીને યુવતીએ પોલિસી આપવાની ઓફર કરી હતી. ત્યારબાદ માર્કંડેયે એક લાખ રૂપિયાની પોલિસી તેમના નામ પર લીધી હતી.
તેના થોડા દિવસ પછી યુવતીએ ફરી ફોન કરીને પત્નીના નામની પોલિસી લેવા કહ્યું. જેના છ મહિનાના મેડિકલ બિલના રૂપિયા કંપની તરફથી આપવામાં આવશે. આથી માર્કંડેયે બીજા રૂપિયા જમા કરાવ્યા હતા. થોડા દિવસ પછી ફરી ફોન આવ્યો કે તમારા પ્રીમિયમના રૂપિયા એજન્ટને મળે છે તે તમને મળશે.
ત્રીજી એક પોલિસી લઇ લો, તો તમારા બધા રૂપિયા તમારા એકાઉન્ટમાં આવી જશે. તે પછી અન્ય ચાર યુવકોએ માર્કંડેયને પોલિસીના નામ પર સ્કીમ આપતાં તેમણે વિશ્વાસમાં આવી જઇ મે-૨૦૧૯ સુધીમાં ટુકડે ટુકડે ૧૦.૨૦ લાખ રૂપિયા યુવતી તેમજ અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. એ પછી માર્કંડેય પર એક દિવસ આરબીઆર ઓફિસર વાત કરું છું તેમ કહીને ચાર લાખ રૂપિયા માગતા હોવાનો ફોન આવ્યો હતો.
પાછળથી તેને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો એહસાસ થતાં તેણે શહેરના વસ્ત્રાપુર પોલીસમાં અજાણી યુવતી સહિત અન્ય ચાર શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તેના આધારે સઘન તપાસ હાથ ધરી છે.