HDFC બેન્ક સૌથી સન્માનિત બેંક તરીકે ચૂંટાઈ
અમદાવાદ, લગભગ ૨,૫૦૦ વિશ્લેષકો અને રોકાણ સાથે સંકળાયેલા વ્યવસાયિકો દ્વારા એચડીએફસી બેંક લિ.ને એશિયા (જાપાન સિવાય)ની સૌથી સન્માનિત કંપની તરીકે ચૂંટી કાઢવામાં આવી છે. આ માન્યતા આ ક્ષેત્રની સૌથી આદરપ્રાપ્ત કંપનીઓ અને એક્ઝિક્યુટિવ્સના ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એન્યુઅલ રેન્કિંગ્સનું પરિણામ છે. ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ ઓલ-એશિયા એક્ઝિક્યુટિવ ટીમ રેન્કિંગ્સ-૨૦૧૯ તરીકે ઓળખાતા ગ્લોબલ ફાઇનાન્શિયલ મેગેઝિનએ કંપનીઓને ૪ કેટેગરીમાં ક્રમાંકિત કરી હતી, જેમાં શ્રેષ્ઠ સીઇઓ, શ્રેષ્ઠ સીએફઓ, શ્રેષ્ઠ આઇઆર પ્રોફેશનલ અને શ્રેષ્ઠ આઇઆર કંપની એ કેટેગરીઓનો સમાવેશ થાય છે. એચડીએફસી બેંકને ઉપરોકત ચારેય કેટેગરીમાં ટોચના ત્રણમાં સ્થાન પ્રાપ્ત થયું હતું, જેના પરિણામે તેને સૌથી સન્માનપ્રાપ્ત કંપનીનો દરજ્જો પ્રાપ્ત થઈ શક્યો હતો.
ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર ઓલ-એશિયા એક્ઝિક્યુટિવ ટીમ રેન્કિંગ્સ-૨૦૧૯(જેમાં જાપાનનો સમાવેશ થતો નથી)માં આ વર્ષે સમગ્ર એશિયાના ૧૮ સેક્ટરોમાંથી કુલ ૧,૬૧૧ કંપનીઓનું નામાંકન થયું હતું. ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર એ એક મોખરાનું વૈશ્વિક નાણાકીય પ્રકાશન છે, જે હવે તેના પાંચમા દાયકામાં પ્રવેશી રહ્યું છે. ૨૦૧૯ના રેન્કિંગ્સ ૮૯૨ નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા લગભગ ૨,૫૦૦ ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સના મંતવ્યોને પ્રતિબિંબિત કરે છે. આ કંપનીઓ ખાતે ખરીદીની કામગીરી કરનારા ઉત્તરદાતાઓ જાપાન સિવાય સમગ્ર એશિયાની ઇક્વિટીઝમાં અંદાજે એકંદરે ૯૬૩ બિલિયન યુએસ ડાલરનું આયોજન કરે છે.
આ ઊંડાણપૂર્વકનું સંશોધન સમગ્ર ક્ષેત્રની કંપનીઓના આઇઆર પ્રયાસો અંગેની વિગતોના અજોડ સ્તરની સાથે ખરીદી અને વેચાણ એમ બંને પક્ષના પ્રતિભાવોને પ્રતિબિંબિત કરે છે. આ મતદાન બાહ્ય પ્રેરણ વગરનું હતું અને ગુપ્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું તથા શ્રેષ્ઠ સીઇઓ, શ્રેષ્ઠ સીએફઓ, શ્રેષ્ઠ આઇઆર પ્રોફેશનલ્સ અને શ્રેષ્ઠ આઇઆર કંપની એમ પ્રત્યેક ચાર કેટેગરીમાં રેન્કિંગ્સ ખરીદ અને વેચાણના પક્ષો તરફથી આપવામાં આવેલા સંયુક્ત મતો પર આધારિત હતાં. આમ, એચડીએફસી બેંકે વધુ એક સિÂધ્ધ હાંસલ કરી હતી.