Western Times News

Gujarati News

HDFC મહિલા ઉદ્યમીઓને ધંધો વધારવામાં મદદ કરશે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ખાનગી કંપની એચડીએફસીએ મહિલા ઉધમીઓની મદદ માટે સલાહ કાર્યક્રમ ‘સ્માર્ટ-અપ ઉન્નતિ કાર્યક્રમ હેઠળ બેંકની વરિષ્ઠ મહિલા અધિકારી એક વર્ષ સુધી મહિલા ઉધમીઓને તેમના બિઝનેસ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા તેમને માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ ફક્ત વર્તમાન ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે અને તે પ્રારંભિક રીતે બેંકના સ્માર્ટઅપ ઉન્નતિની સાથે સંકળાયેલા ૩,૦૦૦થી વધુ મહિલા ઉદ્યમીઓને લક્ષિત કરશે.

એચડીએફસી બેંકના ઈ-કૉમર્સ અને સ્ટાર્ટ-અપ બેંકિંગ, ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસના કન્ટ્રી હેડ સ્મિતા ભગતે જણાવ્યું હતું કે, અમે સમાન તક પૂરી પાડવામાં દ્રઢપણે વિશ્વાસ ધરાવીએ છીએ અને અમે ઘણાં વર્ષોથી મહિલાઓનું સશક્તિકરણ કરતાં આવી રહ્યાં છીએ. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સ્ત્રીઓએ વિશિષ્ટ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. અમારું માનવું છે કે, એચડીએફસી બેંકનો સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ એ મહિલા ઉદ્યમીઓને અમારા મહિલા અગ્રણીઓના અનુભવનો લાભ પૂરો પાડવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફૉર્મ છે.

તે તેમને માર્ગદર્શન પૂરું પાડશે, તેમના દ્રષ્ટિકોણને વિસ્તારશે અને તેમની ફલકને વિસ્તારી તેમના બિઝનેસનો વ્યાપ વધારવા માટે તેમને સક્ષમ બનાવશે. આ કાર્યક્રમ સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ માટે તૈયાર કરવામાં આવેલ કાર્યક્રમ છે. એચડીએફસી બેંકે તેના સ્માર્ટઅપ પ્રોગ્રામ હેઠળ વર્ષ ૨૦૧૮માં બેંકિંગ સ્ટાર્ટ-અપ્સ માટે એક ઓનલાઇન મેન્ટરિંગ પ્લેટફૉર્મ લૉન્ચ કર્યું હતું.

આ કાર્યક્રમ હેઠળ, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે બેંક વિવિધ રાજ્ય સરકારો, ઇન્ક્યુબેટરો અને એક્સલરેટરો સાથે કામ કરી રહી છે. તે ઉદ્યમીઓ દ્વારા અનુભવવામાં આવતાં વિવિધ પડકારોને માન્યતા આપે છે, પછી તે ધિરાણ સુધીની પહોંચ હોય કે ડાયનેમિક બિઝનેસ એન્વાર્યમેન્ટમાં વ્યૂહરચના તૈયાર કરવાની હોય. સ્માર્ટઅપ ઉન્નતિ હેઠળ, વરિષ્ઠ મહિલા એક્ઝિક્યુટિવ અગ્રણીઓ મહિલા ઉદ્યમીઓ માટે એક સક્ષમ બૉર્ડ તરીકે કામ કરશે, કારણ કે, તેઓ વૈવિધ્યપૂર્ણ અને નવીન વ્યવસાયોનું નિર્માણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.