Western Times News

Gujarati News

HDFC એર્ગો દ્વારા દેશની પ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ્સ ઈકોસિસ્ટમ ‘ઓલ થિંગ્સ ઈવી’ લોન્ચ કરાઈ

‘ઓલ થિંગ્સ ઈવી’નું લક્ષ્ય વર્તમાન અને ભાવિ ઈવી માલિકોની જરૂરતોને પહોંચી વળીને ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાનું વધારવાનું છે. મંચને www.allthingsev.io પર પહોંચ મેળવી શકાશે.

મુંબઈ, અગ્રણી ખાનગી ક્ષેત્રની સામાન્ય વીમા કંપની એચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપનીએ ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી) માટે દેશનું પ્રતમ વન-સ્ટોપ સોલ્યુશન પોર્ટલ ‘ઓલ થિંગ્સ ઈવી’ લોન્ચ કર્યું છે. ઈલેક્ટ્રિક મોબિલિટી માટે ગતિ આપવાના ભારત સરકારના ધ્યેયની રેખામાં આ પહેલ મોજૂદ અને સંભવિત ઈવીના ઉપભોક્તાઓની જરૂરતોને પહોંચી વળશે.

આ પહેલના ભાગરૂપે કંપનીએ મોજૂદ અને સંભવિત ઈવી ઈકોસિસ્ટમ ઉપભોક્તાઓ માટે સમર્પિત મંચ રજૂ કર્યું છે – www.allthingsev.io, જેમાં આ ઊભરતા ક્ષેત્ર પર પરિપૂર્ણ માહિતી છે. આ મંચ ઈવી ખરીદી કરી હોય અથવા ઈવી ખરીદી કરવાનું નિયોજન કરતા હોય અથવા ફૂલતા ફાલતા ઈવી અવકાશમાંથી કમાણી કરવા માગતા હોય

તે બધા ભારતીયોને પહોંચી વળે છે. આ મંચ મોજૂદ ઉપભોક્તાઓને નજીકનાં ચાર્જિંગ સ્ટેશનો, ચાર્જિંગ સ્ટેશનોનાં સ્થળ સાથે આંતરશહેરી પ્રવાસ માટે રુટ અને તેમનાં ઈવીની જાળવણી આસપાસ સમૃદ્ધ કન્ટેન્ટ પર માહિતી સાથે મદદ કરે છે. સંભવિત ઈવી ખરીદદારો અલગ અલગ રાજ્ય સરકરો

દ્વારા અપાતી સબસિડીઓ અને માલિકી ખર્ચ સાથે ભારતમાં ઉપલબ્ધ બધા ઈવી વિકલ્પો પર માહિતી પણ મેળવી શકે છે. ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માગતા હોય તેઓ ચાર્જિંગ યુનિટ્સના ઉપલબ્ધ વિકલ્પો અને સંકળાયેલો ખર્ચ તથા નફાશક્તિનું મેટ્રિક્સ શોધી શકે છે.

ઓલ થિંગ્સ ઈવીના લોન્ચ પર બોલતાં એચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપનીના રિટેઈલ બિઝનેસના પ્રેસિડેન્ટ શ્રી પાર્થનિલ ઘોષે જણાવ્યું હતું કે, “વિવિધ હવામાનના પ્રોટોકોલ્સ હેઠળ સક્ષમતાનાં લક્ષ્યો પ્રત્યે કટિબદ્ધ વીમા કંપની તરીકે અમે અમે પોતાને માટે હરિત અને સક્ષમ ભવિષ્યની ખાતરી રાખવા

માટે ભારતના આકાંક્ષાત્મક ઈવી રોડમેપને ટેકો આપવામાં અમારી જવાબદારીને ઓળખી છે. સમર્થક નીતિનું વાતવરણ, હરિત ટેકનોલોજીની વધતી ગ્રાહક જાગૃતિ, સુધારિત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વેલ્યુ ચેઈનમાં ઈલેક્ટ્રિક વેહિકલ મોડેલ્સની ઉપલબ્ધતાને લઈ ભારતીય ઈવી બજાર આગામી થોડાં વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવા માટે સુસજ્જ છે.

‘ઓલ થિંગ્સ ઈવી,’ થકી ભારતની પ્રથમ ઈવી ઈકોસિસ્ટમ સાથે અમે બધા મોજૂદ ઈવી ઉપભોક્તાઓ અથવા સંભવિત ગ્રાહકો માટે ઈલેક્ટ્રિક વાહનો સંબંધી બધી આવશ્યક માહિતી માટે વન-સ્ટોપ શોપ સોલ્યુશન પૂરું પાડવાનું લક્ષ્ય રાખ્યું છે, જે અમે માનીએ છીએ કે આ પર્યાવરણ અનુકૂળ મોબિલિટી સમાધાન ઝડપથી અપનાવવામાં યોગદાન આપશે.”

મંચ (www.allthingsev.io) ચાજિંગ સ્ટેશન્સ માટે સ્લોટ બુકિંગ, રોડસાઈડ આસિસ્ટન્સ, આરટીએ સેવાઓ અને ઈવી સમુદાયના નિર્માણ જેવી વિશિષ્ટતાઓ સાથે રોડમેપ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.