HDFC સિક્યોરિટીઝે છેતરપિંડીભર્યા વોટ્સઅપ ગ્રુપ સામે ગ્રાહકોને સાવધાન કર્યા
મુંબઈ, 18 જૂન, 2024 – એચડીએફસી બેંકની પેટાકંપની અને અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપની એચડીએફસી સિક્યોરિટીઝ લિમિટેડે કંપની અને તેના કર્મચારીઓનો દેખાવ કરતા બનાવટી વોટ્સઅપ ગ્રુપ્સને સાંકળતી છેતરપિંડીભરી પ્રવૃત્તિઓમાં થયેલા વધારા સામે ગ્રાહકોને સાવચેત કર્યા છે. HDFC Securities Caution customers against Fraudulent WhatsApp Groups and Impersonation Scams
શેરબજારમાં સંકેતાત્મક, બાંયધરી આપતા કે ગેરંટેડ વળતર આપવાનો દાવો કરતા લોકો કે એકમો દ્વારા ઓફર કરાતી કોઈ સ્કીમ કે પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવા અને ખૂબ જ સાવધાની રાખવા માટે એચડીએફસી સિક્યોરિટીઝે તમામ રોકાણકારોને વિનંતી કરી છે કારણ કે તે ગેરકાયદેસર છે.
આ ગ્રુપ ઊંચા વળતરનું વચન આપીને ગ્રાહકો પાસેથી સંવેદનશીલ માહિતી કઢાવી શકે છે અને ફંડ ટ્રાન્સફર કરી શકે છે. એચડીએફસી સિક્યોરિટીઝ તેના ગ્રાહકોને સાવધાન કરવા માંગે છે કે તે યુઝર આઈડી અને પાસવર્ડ જેવી ટ્રેડિંગને લગતી મહત્વની માહિતી કોઈને ન આપે.
એચડીએફસી સિક્યોરિટીઝના સીડીઓ અને સીઓઓ સંદીપ ભારદ્વાજે ભારપૂર્વક જણાવ્યું હતું કે “રોકાણકારો માટે આવી છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ સામે સજાગ રહેવું અને રિસર્ચ તથા વિશ્વસનીય માહિતીના આધારે જ રોકાણના નિર્ણયો લેવા ખૂબ જરૂરી છે. એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી હોવાનો દાવો કરતા કોઈપણ કમ્યૂનિકેશનની અધિકૃતતાની હંમેશા ખરાઈ કરો અને સુનિશ્ચિત કરો કે તમે અમારી ઓફિશિયલ ચેનલ્સ થકી જ વ્યવહાર કરો.”
એચડીએફસી સિક્યોરિટીઝ વોટ્સઅપ કે અન્ય બિનઅધિકૃત ચેનલ્સ દ્વારા આધાર કે પાન કાર્ડની વિગતો સહિત કોઈ અંગત માહિતી માંગતી નથી. આ ઉપરાંત ગ્રાહકોને ઓફિશિયલ પ્લેટફોર્મ્સની બહાર ફંડ ટ્રાન્સફર માટે વિનંતી કરાતી નથી કે વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવતા નથી.
સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એપ્સ ઓફિશિયલ એચડીએફસી સિક્યોરિટીઝની વેબસાઇટ અથવા ઓથોરાઇઝ્ડ એપ સ્ટોર્સ જેવા વિશ્વસનીય સ્ત્રોતોથી જ ડાઉનલોડ કરવી જોઈએ. જો ગ્રાહકોને એચડીએફસી સિક્યોરિટીઝનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા ગ્રુપ કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તેમણે તરત જ નિયુક્ત કસ્ટમર સર્વિસ ટીમનો સંપર્ક કરવો જોઈએ. વધુ કોઈ મદદ માટે કે કૌભાંડની જાણ માટે એચડીએફસી સિક્યોરિટીઝનો કસ્ટમર સર્વિસ નંબર 022-39019400 પર સંપર્ક કરો.