ગોંડલમાં ધંધો કરવા કારખાનાના માલિક પાસે 25 લાખની ખંડણી માંગી માર માર્યો

પ્રતિકાત્મક
કારખાનેદારના કારખાનાના દરવાજામાં તોડફોડ કરી ઘરે જઈ ધમકી આપી
રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં ગુંડાઓ અને લુખ્ખાઓની હિંમત જાણે ખુલી ગઈ હોય તેમ ગુંડાગીરી, લુખ્ખાગીરીની ઘટનાઓ વધવા પામી છે.
ગોંડલના જામવાડી ચોરડી વચ્ચેે ગોંડલના કારખાનેદાર સહિત બે શખ્સ પાસે ધંધો કરવા માટે રૂા.રપ લાખની ખંડણી માંગી ૧ર શખ્સોએ લાકડીથી માર માર્યો હતો. તેમજ આ ટોળકીએે કારખાનાના દરવાજામાં તોડફોડ કરી હતી અને કારખાનેદારના ઘરે જઈ પણ ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર ગોંડલ મહાકાળીનગર શેરી નં.૪ માં રહેતા કારખાનેદાર રવિભાઈ હંસરાજભાઈ સાટોડીયાએ આરોપી જયદીપ ઉર્ફે ઠૂમકી વિક્રમસિંહ જાડેજા રહે. ગોંડલ અશ્વિનસિંહ વસુભા જાડેજા રહે. ગોંડલ) ઈન્દ્રજીતસિંહ બહાદુરસિંહ જાડેજા રહે.ગોંડલ, હર્ષદિપસિંહ ઉર્ફે બન્ટી સરવયા રહે. ગોંડલ, હરેન્દ્રસિંહ બહાદુરસિંહ, બ્રિજેશ સાટોડીયા
તથા ત્રણથી ચાર ર૦ થી ૩પ વર્ષની ઉંમરના અજાણ્યા શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદી ભાગીદારીમાં વોરાકોટડા ગામની સીમમાં ડાઈઝ ઈન્ટર મીડીયેટ પાવડર પ્રોડક્ટનું અવસર ક્લોરાટેક નામનું કારખાનું ધરાવે છે.
આરોપીઓનેે ખબર પડતાં જ આરોપી હરેન્દ્રસિંહે ફરીયાદીને વૉટસ એપ કોલ કરી કારખાને બોલાવ્યો હતો. બાદમાં તે કારખાને ગયા હતા. આ સમયે ફરીયાદીના ભાઈ જનકભાઈ ત્યાં નહોતા.
આથી હરેન્દ્રસિંહે ફરીયાદીનેે એશિયાટીક કોલેજ સામે લાવી બાકડા ઉપર બેસાડ્યો હતો. અને અન્ય આરોપીઓએે એન્ડોવર ગાડીમાં આવી ફરીયાદી પાસે રૂા.રપ લાખ વેપાર-ધંધા કરવાના બદલામાં ખંડણીની ઉઘરાણી કરી ગાળો આપી હતી. બાદમાં આરોપીઓના અન્ય અજાણ્યા શખ્સોએ આવી કહ્યુ હતુ કે તારે ધંધો કરવો હોય તો ખંડણીના રૂપિયા આપવા પડશે. આટલુ કહીને ફરીયાદીને લાકડીથી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમ્યાન સાહેબદ આવતા તેઓને પણ ઉકંત શખ્સોએ જીવતું રહેવું હોય અને ધંધો કરવો હોય તો ખંડણીના રૂપિયા આપવા પડશે તેમ કહી ઢીકાપાટુનો માર મારી જતાં રહ્યા હતા. ત્યારબાદ ફરીયાદીના ઘરે આરોપીઓ એ પરિવારજનોનેે ખંડણી આપી દેવા ધમકી આપી હતી. તેમજ કારખાને જઈ ખંડણી આપવા મંજુરોને ધમકી આપી હતી. અને કારખાનાના દરવાજામાં તોડફોડ કરી હતી.