Western Times News

Gujarati News

સાયબર ઠગાઈથી રોજની ૧૦ કરોડ સુધીની કમાણી કરતો હતો ધો. 12 પાસ ઠગ

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને લોકોને ફસાવાતા હતા

મુંબઈ, મુંબઈ પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે એક દિવસમાં ૫ થી ૧૦ કરોડ રૂપિયા કમાઈ લેતો હતો. આરોપીએ માત્ર ૧૨ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેણે એક ટીમ બનાવી હતી. આ ટીમના સભ્યો ઘણા શહેરોમાં ફેલાયેલા છે. The thug used to earn crores daily from cyber thugs

આ ટીમ પુરૂષો કરતાં મહિલાઓને વધુ ટાર્ગેટ કરતી હતી. તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. આ રીતે આ ટોળકી રોજે રોજ કરોડો રૂપિયાની લેવડ-દેવડ કરતી હતી.

આ અંગે માહિતી આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-૧૧) અજય કુમાર બંસલે જણાવ્યું કે માસ્ટરમાઇન્ડ શ્રીનિવાસ રાવ ડાડી (૪૯)ની બાંગુર નગર પોલીસ સ્ટેશનની ટીમે હૈદરાબાદની એક આલીશાન હોટલમાંથી ધરપકડ કરી હતી.

તે માત્ર ૧૨ ધોરણ સુધી ભણેલો છે, પરંતુ તે ટેક્નોલોજીમાં ખૂબ જ માહેર છે. નાયબ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે શ્રીનિવાસની સાથે તેની ગેંગના વધુ ચાર સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બેની થાણેમાંથી અને બેની કોલકાતામાંથી ધરપકડ કરવામાં આવી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અજય કુમાર બંસલે વધુમાં જણાવ્યું હતું કે આ ટોળકી છેતરપિંડી માટે પોતાને પોલીસકર્મી તરીકે રજૂ કરતી હતી. આ ટીમના સભ્યો લોકોને ફોન કોલ કરતા. જેમાં મોટાભાગની મહિલાઓ સામેલ હતી. જેમને ફોન કરવામાં આવે તેમને કહેવામાં આવે કે તેમના મગાવેલા પાર્સલ(કુરિયર)માં ડ્રગ્સ કે પછી હથિયાર મળી આવ્યા છે.

ત્યારબાદ આ ટોળકી જે મહિલા કે પુરૂષને ફોન કરતી હતી, તેમની પાસેથી બેંક ખાતાની વિગતો માંગતી હતી. બેન્કની વિગતો દ્વારા કુરિયરનું વેરિફિકેશન કરવાની વાત કહેવામાં આવતી હતી. સાથે જ કહેવામાં આવે કે અમે તેનાથી એ ચકાસીશું કે આ કુરિયર છે કોનું?

નાયબ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના લોકો ફોન કોલ્સથી ડરી જતા હતા અને તેમની બેંક અથવા આવકવેરાની વિગતો ગેંગને સોંપી દેતા હતા. તે પછી પીડિતો દ્વારા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) પણ શેર કરવામાં આવ્યા હતા. મહત્વની માહિતી મેળવ્યા પછી છેતરપિંડી કરનારાઓ પીડિતના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર ઘણા કિસ્સાઓમાં છેતરપિંડી કરનારા ટુકડી લોકોના મોબાઇલ પર એનીડેસ્કજેવી એપ ડાઉનલોડ કરાવીને તેમના મોબાઇલને હેક કરી ફ્રોડ કરી રહી હતી. આ રીતે ડાડી અને તેની ટીમના સભ્યોએ દેશભરમાં હજારો લોકોને નિશાન બનાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.