“રાજકારણમાં પડનાર વ્યભિચારી સ્ત્રી જેવો બની જાય છે”: રોબર્ટે સ્ટોર્સ
સુપ્રીમકોર્ટ કહે છે કે “ભ્રષ્ટાચાર” એ “હિંદુધર્મ” પ્રમાણે “પાપ” છે આખા માનવ સમાજ માટે શરમજનક છે જ્યારે ભ્રષ્ટાચારીઓ માટે ભ્રષ્ટાચાર કરી પકડાવું એ પાપ છે! – જસ્ટીસ એસ.રવીન્દ્ર ભાટ અને જસ્ટીસ દીપાંકર દત્ત
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી એસ રવીન્દ્ર ભાટ અને જસ્ટીસ શ્રી દીપાંકર દત્ત ની ખંડપીઠે તો ત્યાં સુધી અવલોકન કર્યું છે કે “ભ્રષ્ટાચાર નો કાયદો એ એના અમલ કરનારને છેતરવામાં સફળ થાય છે તો આ સફળતા ભ્રષ્ટાચારીને પકડવાના ડરને જ ખતમ કરી નાખે છે”!!
તસવીર ભારત સુપ્રીમકોર્ટ ની છે ભારતની સુપ્રીમકોર્ટ દેશની અનેક સમસ્યાઓથી ઉગારવાની લોકોનું રક્ષણ કરવા તથા દેશના બંધારણના ઘડવૈયા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નેહરૂ ની મહેનત પર પાણીના ફેરવાય તે માટે સક્રિય છે ભલે નેતાઓ ફક્ત સત્તા માટે દોડતા હોય
ત્રીજી તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ ની છે તેઓ વારંવાર અને યોગ્ય જગ્યાએ કહેતા રહે છે કે “ફેક ન્યુઝ અને ખોટા સમાચારોનો દોર ચાલી રહ્યો છે ત્યારે દેશને એવા પત્રકારોની જરૂર છે જે સમાજમાં પણ વણદેખાયેલા પાસાઓ અને તથ્યોની સાથે સત્ય બહાર લાવે એવા પત્રકારોની પહેલા કરતા હવે વધારે જરૂર છે”!!
ખરેખર તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશો અને પ્રમાણિત પત્રકારો પોતાનું ઉત્તરદાયિત્વ નિષ્ઠાપૂર્વક નિભાવે તો કદાચ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાથી ભગવાને આ ધરતી પર જન્મ ના લેવો પડે કમસેકમ વકીલોને આ વિચારવાની જરૂર છે!
(તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
શિક્ષણ મનુષ્યને નેતાગીરી માટે અને ગુલામ ન બની જવાની તાકાત આપે છે – હેન્ની બ્રધામ
અમેરિકાના મહિલા શિક્ષણ શાસ્ત્રી અને લેખક શીર્લે ચીશોમે એ કહ્યું છે કે “જ્યારે નૈતિકતા અને ફાયદો સામ સામે આવી જાય ત્યારે ફાયદો ભાગ્યે જ ખોટ કરે છે”!! અમેરિકાના પ્રમુખોના રાજકીય સલાહકાર અને રાજદૂત રોબર્ટે સ્ટોર્સે કહ્યું છે કે “રાજકારણમાં પડનાર વ્યભિચારી સ્ત્રી જેવો બની જાય છે જે દેશમાં રાજકીય નૈતિકતાનું અધ પતન થાય! જે દેશમાં નૈતિક સામાજિક અધપતન થાય અને જે દેશમાં ભ્રષ્ટાચારનો વિકાસ થાય એ દેશનો ભૌતિક વિકાસ શું કામનો?
દેશની તિજાેરીમાં અબજાે રૂપિયાનું હુંડીયામણ હોય અને ભૌતિક વિકાસ, આર્થિક વિકાસ દેખાતો હોય તે શું કામનું?! આ અંગે ભારતીય પ્રજાની આંખ ઉઘડતી નથી?! રાજકીય નેતાઓને ફક્ત સતાના વિકાસની પડી છે
ત્યારે આખરે કહેવાય છે કે ન્યાય તોળવાનું કામ છેલ્લે પરમેશ્વર કરે છે પરંતુ એક સારી નિશાની એ છે કે ભારતની સુપ્રીમકોર્ટે ભ્રષ્ટાચારને દેશનું પાપ ગણાવ્યું છે દેશની અદાલતો સક્રિય ના હોત તો દેશના લોકોનું શું થાય ? એ વિચારો અને સક્રિય થાઓ એ જરૂરી છે
બ્રિટિશ વિચારક અને ગ્રેટ બ્રિટનના ચાન્સેલર હેનરી સરસ કહ્યું છે કે “શિક્ષણ મનુષ્યની નેતાગીરી માટે સક્ષમ બનાવે છે અને એ કોઈનો ગુલામ ન બની જાય એ માટે તાકાત પણ આપે છે”!! પણ દેશનું શિક્ષણ જ ભ્રષ્ટાચાર નો ઉદ્ભવ સ્થાન બની જાય, કેટલાક શિક્ષકો જ ભ્રષ્ટ થઈ ગયા હોય એ દેશમાં મહાન અને શ્રેષ્ઠ માનવી ક્યાંથી પેદા થાય
પરંતુ ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટીસ શ્રી દીપાંકર દત્તે પોતાનું ન્યાયાધીશ તરીકે ઉત્તરદાય નિભાવતા કહ્યું છે કે “ભ્રષ્ટાચાર હિન્દુ ધર્મ પ્રમાણે પાપ છે ભ્રષ્ટાચાર ની હાજરી જીવનના દરેક ક્ષેત્રમાં છે, આ આખા માનવ સમાજ માટે કેન્સર છે સમાજમાં નૈતિક મૂલ્યોનું ઝડપથી પતન થઈ રહ્યું છે”!! ધન સંપતિ ભ્રષ્ટાચારનું કેન્સર છે
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી એસ રવીન્દ્ર ભાટ અને જસ્ટીસ શ્રી દીપાંકર દત્ત ની ખંડપીઠે તો ત્યાં સુધી અવલોકન કર્યું છે કે “ભ્રષ્ટાચાર નો કાયદો એ એના અમલ કરનારને છેતરવામાં સફળ થાય છે તો આ સફળતા ભ્રષ્ટાચારીને પકડવાના ડરને જ ખતમ કરી નાખે છે”!!
આ ભ્રષ્ટાચારીઓ એવા અહંકારમાં ડૂબેલા રહે છે કે નિયમ અને કાયદો વિનમ્ર અને મૃત્યુ પામેલા લોકો માટે છે તેમના માટે નહીં! તેમને તો ભ્રષ્ટાચાર કરી પકડાવું એ જ પાપ છે! કોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે ભ્રષ્ટાચાર ના મૂળ ને પકડવા માટે ચર્ચાની જરૂર નથી પરંતુ ત્યાર પછીની તપાસને પૂછપરછ વધુ મહત્વની છે
હકીકતમાં ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને શોધીને તેમને સજા કરવી એ જ ભ્રષ્ટાચાર નિવારણનો હેતુ છે અત્રે એ નોંધે છે કે ભાજપ સરકારના શાસનકાળ દરમિયાન છત્તીસગઢમાં પૂર્વ મુખ્ય સેક્રેટરી અમિતકુમાર સિંહ હતા તેમની સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ કરાયો હતો
જે છતીશગઢ હાઇકોર્ટે ફગાવી દેતા મામલો સુપ્રીમકોર્ટમાં આવતા સુપ્રીમકોર્ટે તેમની સામે હાઇકોર્ટે રદ કરેલો કેસ ઉલટાવી નાખ્યો છે નિવૃત્તિ બાદ અમિતકુમારસિંહ નવેમ્બર ૨૦૨૨ થી અદાણી ગ્રુપમાં કોર્પોરેટ બ્રાન્ડ કસ્ટોડીયલ અફર્સ ના વડા તરીકે જાેડાયા હતા અને ચોકાવનારીની ચર્ચા એ પણ ચાલે છે કે
એન.ડી.ટીવી પર નિયંત્રણ મેળવતા તેમને તેમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા. શું કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારથી બાકીના રહેવી જાેઈએ પત્રકારિતા પણ નહીં?! આ સંજાેગોમાં સુપ્રીમ કોર્ટનું અવલોકન ગંભીર યોગ્ય અને યથાર્થ લાગે છે