અમેઠીથી ગાંધી પરિવારના નજીકના ગણાતા કોંગ્રેસના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને ટક્કર આપશે
સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા-રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી
નવી દિલ્હી, કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકો અંગે ઘણા સમયથી સસ્પેન્સ હતું. રાહુલ ગાંધી પણ કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ કેએલ શર્મા ગાંધી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે.
નવી યાદીમાં કોંગ્રેસે અમેઠીથી કે.એલ. શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, પરંતુ આખરે પાર્ટીએ પોતાનો નિર્ણય બદલ્યો અને રાહુલને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા. બીજી તરફ કેએલ શર્મા ગાંધી પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.
કેએલ શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે કેએલ શર્માનું પૂરું નામ કિશોરી લાલ શર્મા છે. પંજાબના રહેવાસી કિશોરી લાલ શર્મા ૧૯૮૩માં રાજીવ ગાંધી સાથે પહેલીવાર અમેઠી પહોંચ્યા હતા.
ત્યારથી તેઓ સતત કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહ્યા છે. ૧૯૯૧ માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી, જ્યારે ગાંધી પરિવારના સભ્યોએ આ બેઠક પરથી ચૂંટણી લડી ન હતી, ત્યારે પણ કેએલ શર્માએ કોંગ્રેસ પાર્ટીના તમામ સાંસદો માટે અહીં કામ કર્યું હતું. આ પછી, સોનિયાના સાંસદ બન્યા પછી, તેઓ તેમના સંસદીય પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને અશોક ગેહલોત હાજર રહ્યા હતા. શુક્રવારે સવારે જ કોંગ્રેસ પાર્ટીએ અમેઠી અને રાયબરેલી સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
જે બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગે અને અન્યો સાથે રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પર વિમાનમાંથી ઉતર્યા હતા.
પાર્ટીએ શુક્રવારે સવારે જાહેરાત કરી કે, રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે, જે અગાઉ તેમની માતા સોનિયા ગાંધીનો મતવિસ્તાર હતો. પાર્ટીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, ગાંધી પરિવારના નજીકના સહયોગી કિશોરી લાલ શર્માને અમેઠી લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આખરે કોંગ્રેસે સસ્પેન્સનો અંત લાવી દીધો છે. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.તો મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના નથી.
આ બેઠકો અંગે ઘણા સમયથી કોંગ્રેસે સસ્પેન્સ રાખ્યુ હતું. રાહુલ ગાંધી પણ કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ અમેઠીથી કોંગ્રેસના કેએલ શર્માની ભાજપમાંથી સ્મૃતિ ઇરાની સામે ટક્કર થશે. સાથે જ કે. એલ. શર્મા ગાંધી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે. કોંગ્રેસે આજે એટલે કે શુક્રવારે બે ઉમેદવારોની યાદી જાહેર કરી.