રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલના અધ્યક્ષસ્થાને મળી રહી છે ખાસ બેઠક

40 દેશોની વૈશ્વીક જાસૂસી એજન્સીના વડાઓ ભારત આવી રહ્યા છે-તા.24-25ના રોજ દુનિયાના જાસૂસોની કોન્ફરન્સ દિલ્હીમાં મળશે
નવી દિલ્હી, વૈશ્વીક દ્રષ્ટીએ ભારતના વધતા જતા મહત્વ વચ્ચે તા.24-25 ના રોજ વિશ્વના 40 જેટલા દેશોના જાસૂસી એજન્સીના વડાઓની એક કોન્ફરન્સ નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. Heads of International Spy Agencies to Meet in India on April 24-25 2022.
અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત દોવાલ (Ajit Doval) તેનું અધ્યક્ષસ્થાન કરશે. આ પરીષદમાં વૈશ્વીક દ્રષ્ટીએ જે ભયની સ્થિતિ છે તેનું આંકલન કરાશે અને ખાસ કરીને ચાઈનાનો મુદો પણ તેમાં સમાવી લેવાશે. The spy agency representatives will be interacting with their Indian counterparts and national security adviser Ajit Doval.
40 દેશોની વૈશ્વીક જાસૂસી એજન્સીના વડાઓ ભારત આવી રહ્યા છે, જેમાં ફ્રાન્સ, કેનેડા, જર્મની, યુએઈ, યુરોપના અનેક દેશો તથા એશિયન દેશોનો સમાવેશ કરાયો છે. પરંતુ પાકિસ્તાન કે ચીનના જાસૂસી એજન્સીના કોઈ પ્રતિનિધિને આમંત્રણ અપાયું નથી.
ભારતમાં પ્રથમ વખત આ પ્રકારની આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીના વડાઓ આવી રહ્યા છે. તેઓ તા.25ના રોજ રાઈસીના ડાયલોગ્સ તરીકે ઓળખાતી એક બેઠકમાં પણ હાજરી આપશે.