સીંગતેલના વેપારીઓ ઉપર આરોગ્ય વિભાગના દરોડા
વડોદરા, વડોદરામાં ભેળસેળયુક્ત સીંગતેલ ખવડાવતા તેલના વેપારીઓને ત્યાં વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હાથીખાના બજારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરાના સૌથી મોટા હાથીખાના બજારમાં તેલના વિક્રેતઓની ત્યાં દરોડા પાડી સીંગતેલના નમૂના લઈ પÂબ્લક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જો નમૂના ફેઈલ આવશે તો તેલના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરામાં કેટલાક તેલના વેપારીઓ દ્વારા ભેળસેળવાળું સીંગતેલ વેચવામાં આવી રહ્યું હોવાની વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગને ફરિયાદો મળી હતી. જે ફરિયાદના આધારે આરોગ્ય વિભાગના અધિકારી ડો. મુકેશ વૈદ્યની સૂચના અનુસાર ફૂટ સેફ્ટી વિભાગની ચાર ટીમોએ હાથીખાના બજારમાં તેલના વેપારીઓની ત્યાં સામુહિક દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા હાથીખાના બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતાં બજારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની ટીમને ચેકિંગ દરમિયાન કોઈ ભેળસેળયુક્ત તેલનો જથ્થો મળી આવ્યો નથી. પરંતુ, પાલિકાના આરોગ્ય વિભાગને બજારમાં ભેળસેળયુક્ત સીંગતેલ મળી રહ્યું હોવાની ફરિયાદ મળી હતી.
જે ફરિયાદોના આધારે હાથીખાના બજારમાં તેલના વિક્રેતાઓની ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે ૪ ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને વિવિધ કંપનીના સીંગતેલના નમૂના લઈ પૃથકરણ માટે મોકલી આપ્યા હતા. હાથીખાના બજાર સહિત વિવિધ વિસ્તારોમાં પણ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તેલના જથ્થાબંધ વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પાલિકાના આરોગ્ય વિભાગને શહેરમાં ભેળસેળયુક્ત સીંગતેલ વેચાઈ રહ્યું હોવાની ફરિયાદો મળતાં આજે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથીખાના બજાર સહિત અન્ય વિસ્તારોમાં આવેલા તેલના વિક્રેતાઓની ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.