લસ્સી, આઇસ ગોળાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
(એજન્સી)રાજકોટ, ઉનાળાની સીઝનને લઇ ચાલતા આઇસ ગોળા અને લસ્સીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગે દરોડા પાડીને લસ્સી, આઇસક્રીમ, આઇસ ગોળાના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી છે. ઇન્દિરા સર્કલ અને એરપોર્ટ રોડ પર આવેલી મેનુફેક્ચરિંગ યુનિટમાં તપાસ હાથ ધરી છે.
કુબેર ફૂડ ને ત્યાંથી મોટા પ્રમાણમાં લસ્સી અને ફ્લેવર્ડ કલરના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. ૪૦૦ લીટર શીરપનો પણ નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે એક્સપાયરી ડેટ લખ્યા વિનાની વિવિધ ફ્લેવરની લસ્સીનો પણ નાશ કર્યો.
સાથે જ આઇસક્રીમ, લસ્સી અને શીરપના પણ નમૂના તપાસ માટે લેવાયા છે. આરોગ્ય વિભાગે કુલ ૬ ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારી અને ખાદ્ય પદાર્થોના તમામ સેમ્પલની તપાસ કરશે.