તંદુરસ્તીનું રહસ્યઃ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગાજર
આંખનું તેજ વધારવું હોય કે ત્વચાની સુંદરતા તેના માટે ગાજરનું સેવન ઉત્તમ ઉપાય છે. શિયાળામાં ગાજર ખાવાથી માત્ર સુંદરતા વધે છે. તેવું નથી તેનાથી અન્ય ફાયદા પણ થાય છે. ગાજરમાં બીટા કેરોટીન, એન્ટી ઓકિસડેટ હોય છે. જાે તમે ગાજરનું સેવન રોજ કરો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને એક સમસ્યાઓ દુર થાય છ. ગાજર ત્વચા, વાળ માટે પણ ઉત્તમ છે. જાે હાડકાં નબળા હોય તો ગાજરનું સેવન કરવાથી મજબુત થાય છે. કારણ કે તેમાં કેલ્શીયમ અને પોટેશીયમ સારી માત્રામાં હોય છે.
• ગાજર નિયમીત રીતે ખાવાથી આંખની રોશની સુધરે છે. તેમાં બીટા કેરોટીન હોય છે. જે પેટમાં જઈ વિટામીન એમાં પરીવર્તીત થાય છે. આ વિટામીન આંખ માટે ખુબ જરૂરી હોય છે. ગાજર ખાવાથી રંતાધપણું પણ ઘટે છે. તે મોતીયાની તકલીફ પણ દુર કરે છે.
•ગાજરનું સેવન રોજ કરવાથી ફેફસાં. બ્રેસ્ટ અને કોલોન કેન્સરનું જાેખમ ઘટે છે. એક માત્ર ગાજર એવું છે જેમાં ફાલ્કેરીનોલ નામનું કીટનાશક હોય છે. અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે ગાજરનું સેવન કરવાથી કેન્સરનું જાેખમ ઘટી જાય છે.
• ગાજરનું સેવન કરવાથી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે. તે એન્ટી એજીગ એજન્ટનું કામ કરે છે. શરીરની કોશીકાઓની સ્થિતી પણ સુધારે છે. તેનાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી.
• ગાજરમાં જે ગુણ હોય છે તેનાથી શરીરમાં કોઈ પ્રકારનો ચેપ લાગતો નથી. તેનું જયુસ પીવાથી લાભ થાય છે.
• ગાજર ખાવાથી તબીયત સુધરી જાય છે. સૂર્યના તડકાથી થતા નુકશાનને પણ ગાજર દૂર કરે છે. ગાજર ખાવાથી ત્વચા ઉપરાંત વાળ અને વાળની ચમકી વધે છે.• ગાજરના જયુસમાં સંચળ ધાણાના પાન શેકેલું જીરું, કાળા મરી અને લીબનુો રસ ઉમેરી નિયમીત રીતે પી જવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે.
જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરનું સેવન કરે છે. તેમને હાર્ટ એટેક આવવાનું જાેખમ ઘટે છે. ગાજર નિયમીત રીતે ખાવાથી કોલેસ્ટ્રેોલનું પ્રમાણ ઘટે છે.
જાે શરીરમાં પર દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો જાે ખંજવાળનીી તકલીફ હોય તો ગાજર ખમણી અને ત્યાં લગાડવું.
• દરરોજ સલાડમાં ગાજરનું સેવન કરવાથી તમારી રોગપ્રતીકારક શકિત મજબુત બને છે. ગાજરમાં બીટા-કેરોટીન હોય છે. જે રોગપ્રતીકારક શકિતને મજબુત કરવા માટે ખૂબ જ ફાયદાકારક તત્વવ છે. જાે તમને સલાડમાં ગાજર ખાવામાં સમસ્યા હોય તો તમે દરરોજ એક ગ્લાસ ગાજરનો રસ પી શકો છો અથવા તો ગાજર રાયતા ખાઈ શકો છો. તેનાથી પણ તમને ઘણો ફાયદો થાય છે.