ચોમાસામાં ઇન્ફેક્શને જાેર પકડ્તાં આરોગ્યતંત્રની ટીમો દોડતી થઈ
વસો તાલુકાના મિત્રાલમાં અખિયા મિલાદે રોગના દર્દીઓમાં ઉછાળો-આરોગ્યતંત્રની ચાર ટીમો સર્વેમાં કામે લાગી દર્દીઓને દવાની સાથે સાથે તકેદારીની સમજ આપવામાં આવી
(પ્રતિનિધિ) નડિયાદ, વસો તાલુકાના મિત્રાલમાં એકાએક જાેવા મળતા અખિયા મિલાદ એટલે કે આખો આવવાના રોગને લઈ પ્રજા મુશ્કેલીમાં મુકાય છે આજે જિલ્લા આરોગ્ય તંત્ર આ ગામમાં સર્વે કરતા ૮૬ વ્યક્તિઓ આ રોગમાં સપડાયા હોવાનું દેખાઈ આવ્યું હતું તેમને હાલમાં જરૂરી સુચના તેમજ દવાઓ આપી છે
ખેડા જિલ્લા માં ચોમાસામાં જ્યારે ઇન્ફેક્શને જાેર પકડ્યું છે ત્યારે શરીરમાં દરેક અંગ પર જુદી-જુદી એની અસર જાેવા મળી જ રહી છે. ઇન્ફેક્શનથી આંખ ને અસર જાેવા મળે છે આંખ સંવેદનશીલ અંગમાં તો ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે હાલ માં આવા ઇન્ફેક્શન ના દર્દી ની સંખ્યા વસો તાલુકાના મિત્રાલમાં વધુ જાેવા મળી રહી છે
એક અંદાજ મુજબ છેલ્લા પાંચ સાત દિવસમાં ૧૦૦ થી પણ વધુ દર્દીઓ આવા રોગમાં સપડાયા છે દિવસે દિવસે આ રોગમાં દર્દીઓની સંખ્યા વધતી જતી હોય પ્રજામાં ચહલપલ મચી ગઈ છે મિત્રાલ પીજ આરોગ્ય કેન્દ્રના તાંબામાં આવતું હોય ઘણા દર્દીઓ પિજ આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા જતા ત્યાં આંખના ડ્રોપ ખૂટી પડ્યા હોવાની પણ વિગતો મળી રહે છે
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગના ઇએમઓ ડોક્ટર અલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે મિત્રાલ ગામમાં આંખ આવવાના દર્દીઓની સંખ્યાને લઈ આજે ચાર ટીમોને સર્વે માટે કામે લગાડી છે હાલ સુધી ગામમાં આવા ૮૬ દર્દીઓ હોવાનું નોંધાયું છે આ તમામ દર્દીઓને દવા આપવામાં આવી છે
તેમ જ આવા રોગ વખતે શું તકેદારી રાખવી તેની સમજ પણ આપવામાં આવી છે આ રોગ વિશે ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસામાં ખાલી વરસાદનું પાણી આંખમાં જાય, રોડ પર બાઇક ચલાવતા હોય અને ખાડામાંથી પાણી ઊડે અને એ મલિન પાણી આંખમાં જાય, હાથ ખરાબ હોય અને એ હાથે આંખ મસળી હોય,
પરસેવો ખૂબ વળતો હોય અને એ આંખમાં ટપકે, વરસાદમાં વાળ સતત ભીના રહેતા હોય તો એ પાણી આંખમાં જાય, ઝાડ નીચે ઊભા હો અને ઝાડ પરથી પાણી પડે અને આંખમાં જાય, આવી સામાન્ય ઘટના આંખમાં ઇન્ફેક્શન થવા માટે પૂરતી છે. જ્યાં ભીનું હોય ત્યાં વાઇરસ-બૅક્ટેરિયા ખૂબ જલદી વિકસતા અને ફેલાતા હોય છે.
કોઈ પણ વસ્તુને સાફ કરવાની સિસ્ટમમાં એને કોરી અને સૂકી રાખવી જરૂરી છે. તો જ એ ક્લીન અને જીવાણુરહિત હોઈ શકે છે. ચોમાસાના ચાર મહિના એ જ વસ્તુ શક્ય નથી બનતી માટે ઇન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે