Western Times News

Gujarati News

સરકારે વિરોધ કરી રહેલા 1100 આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કર્યાં

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના સામુદાયિક કેન્દ્રો અને જિલ્લા પ્રાથમિક કેન્દ્રોમાં ઘણા આરોગ્ય કર્મચારીઓને તેમની સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓને કામ પર પાછા ન ફરવા બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

આ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓને કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ઘણા કર્મચારીઓ આ માટે તૈયાર ન હતા,

જેના પછી તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે ૧૦ મો દિવસ છે. આજે પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારી એકઠા થયા છએ અને પોતાની માંગ પર અડગ છે.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચ કરી હતી. ૧૭ માર્ચથી આરોગ્ય કર્મચારી ચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત કર્મચારીઓ હાજર છે.

આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં યથાવત છે. આંદોલનકારી ૧૧૦૦ કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે. આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવા આદેશ કર્યો છે. ૪૦૦૦ થી વધુ કર્મચારીઓને ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. આમ, સરકાર આંદોલન કરનારા આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર કડક પગલા લઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ મામલો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો છે. અહીં ૪૦૬ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ પર હતા. આ લોકો પોતાની માંગણીઓના સમર્થનમાં ગાંધીનગરમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા.

હડતાલ ચાલુ રાખવા અને કામ પર પાછા ન આવવાને કારણે, આ કર્મચારીઓને મંગળવાર ૨૫ માર્ચ ૨૦૨૫ ના રોજ તેમની સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ માહિતી એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.