Western Times News

Gujarati News

માલપુર વનવિભાગ કચેરી કંપાઉન્ડમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો

Heap of empty liquor bottles in the Malpur Forest Department compound

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કહેવા પૂરતી રહી હોય તેમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે

ત્યારે માલપુર પરિક્ષેત્ર વન અધિકારી કચેરીના કંપાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીનનો જથ્થો પડ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી હતી માલપુરમાં રાત્રીના સુમારે વન વિભાગની કચેરીમાં દારૂની મહેફિલ જામતી હોવાની અને આ મહેફિલમાં કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.

અરવલ્લી જીલ્લાના માલપુરમાં દારૂની રેલમછેલ થતી હોવાનો મહત્વનો પુરાવો સામે આવ્યો છે અને પોલીસનો કોઈ ડરજ ન હોય તેમ દારૂનો વેપલો અને મહેફિલો જામે છે ત્યારે માલપુર વનવિભાગની કચેરીના પરિસરમાં વિદેશી દારૂની ખાલી બોટલોનો ઢગલો જાેવા મળતા લોકો પણ ચોંકી ઉઠ્‌યા હતા માલપુર વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દારૂની મહેફીલ માણે છે કે પછી અસામાજિક તત્ત્વો રાત્રીના સુમારે સરકારી કચેરી કંપાઉન્ડમાં પોલીસની નજરથી બચવા દારૂની મહેફિલ જમાવે છે કે તે અંગે ચર્ચાએ જાેર પકડ્યું છે.

વનવિભાગની કચેરીના કંપાઉન્ડમાંથી વિદેશી દારૂની ખાલી બોટલોનો ઢગલો પડ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધી ચીંથરેહાલ હાલતમાં હોય તેવો લોકો અહેસાસ અનુભવી રહ્યા છે પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થાય છે ત્યારે વનવિભાગ કચેરીમાં ખાલી દારૂની બોટલો મળી આવતા આ અંગે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.