નિશિકાંતની ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી

નવી દિલ્હી, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સામે કરેલી ટિપ્પણીના વિરોધમાં થયેલી અરજીની સુનાવણી આગામી સપ્તાહે રાખવા સુપ્રીમ કોર્ટે સંમતિ આપી છે.
જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચ સમક્ષ અર્જન્ટ લિસ્ટિંગ માટે અરજીને મેન્શન કરવામાં આવી હતી. દેશમાં ધર્મ યુદ્ધો માટે ચીફ જસ્ટિસને જવાબદાર ગણાવતો દુબેનો વીડિયો વાઈરલ થયો છે. તેમાં સર્વાેચ્ચ અદાલત માટે અપમાનજનક શબ્દો કહેવાયા હોવાનો દાવો અરજીમાં થયો છે.
કાઉન્સિલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા દુબે સામે કોઈ પગલાં લેવાયા નથી. આ મામલે એટર્ની જનરલ આર વેંકટરામાણીને પત્ર લખી દુબે સામે કન્ટેમ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરવા માગણી કરાઈ છે, પરંતુ આ દિશામાં કોઈ પગલાં લેવાયા નથી. સોશિયલ મીડિયા પરથી નિશિકાંત દુબેનો વિવાદાસ્પદ વીડિયો હટાવવા માટે પણ માગણી થઈ છે.
સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી આગામી સપ્તાહે રાખવા સંમતિ આપી હતી. ભાજપના સાંસદ દુબે ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી. રાજ્ય સરકારે પસાર કરેલા ખરડાને મંજૂરી સંદર્ભે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરતો ચુકાદો સુપ્રીમ કોર્ટની બેન્ચે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને દેશ માટે હાનિકારક ગણાવીને ધનખડે ટીકા કરી હતી. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને નિર્દેશ આપવાની કોર્ટની સત્તાને તેમણે પડકારી છે. દિલ્હી યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમ દરમિયાન ધનખડે ફરી એક વાર સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી.
ધનખડે જણાવ્યું હતું કે, દેશમાં સંસદ સર્વાેચ્ચ છે. બંધારણ લોકો માટે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ બંધારણનું રક્ષણ કરવાની છે. બંધારણ બાબતે સંસદથી સર્વાેચ્ચ સત્તા કોઈ નથી. બંધારણમાં શેનો સમાવેશ થવો જોઈએ તે સંસદ જ નક્કી કરી શકે.SS1MS