કરણના આરોપો સાંભળી નિશાની આંખમાં આવ્યા આંસુ

મુંબઈ, લગ્ન જીવનના નવ વર્ષ બાદ અલગ થયેલા નિશા રાવલ અને કરણ મહેરા એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવવાની એક તક પણ જતી કરી રહ્યા નથી.
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કામ કરીને ઘર-ઘરમાં જાણીતા થયેલા એક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને લગ્નમાં નિશાનું જેણે કન્યાદાન કર્યું, જેને તે વર્ષોથી રાખડી બાંધે છે તે રોહિત સેઠિયા સાથે આડાસંબંધો હોવાનું કહ્યું હતું.
આ સાથે તેણે તેમ પણ કહ્યું હતું કે, નિશા તેમજ રોહિત ઘણા મહિનાથી તેના ઘરમાં સાથે રહી રહ્યા છે અને આ બધાની અસર તેના દીકરા કાવિશ પર પડી રહી છે. તેથી, તે તેની કસ્ટડી ઈચ્છે છે. ત્યારબાદ નિશા રાવલે બે-ત્રણ દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ યોજીને કરણ પર પ્રતિઆરોપ લગાવ્યા હતા.
આ બધાની વચ્ચે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને ચોંકાવારી માહિતી હાથ લાગી છે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, થોડા દિવસ પહેલા એક પાર્ટી યોજાઈ હતી. જેમાં નિશા રાવલ રોહિત સાથે હાજર રહી હતી. બંનેની ઉપસ્થિતિ દરમિયાન તેમની બોડી લેન્ગવેજ પરથી તે સ્પષ્ટ થતું હતું કે, તેઓ કપલ છે.
વંદના સંજનાની, જે એક્ટર રાજેશ ખટ્ટરની (ઈશાન ખટ્ટરના પિતા) પત્ની છે તે પણ હાજર હતી. વંદના એ રોહિત સેઠિયાની બહેન છે. ગત સોમવારે રાતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત સેઠિયા સાથે સંબંધો હોવાના કરણ મહેરાના આક્ષેપ પર જવાબ આપતાં નિશા રાવલે કહ્યું હતું કે, તેના જીવનમાં શું થઈ રહ્યું છે તે તેનો વિષય નથી.
‘હું મારા જીવનમાં શું કરી રહી છું તે જાણવાનો હક કરણને નથી અને તે શું કરી રહ્યો છે તેની મને પડી નથી. અમે વયસ્ક છીએ અને તેનું માન રાખવું જાેઈએ. આ અંગે આથી વધારે હું કંઈ કહેવા માગતી નથી. નિશા રાવલે કરણ મહેરાનું પણ કોઈની સાથે અફેર હોવાની હિંટ આપી હતી.
તેણે કહ્યું હતું કે ‘હું અહીં કોઈને બદનામ કરવા અથવા કોઈને નીચે દેખાડવા માટે નથી આવી. જ્યારે કોઈ મહિલા સામે આંગળી ચીંધવામાં આવે અથવા ટ્રોલ કરવામાં આવે ત્યારે શું થાય છે તે હું સારી રીતે જાણું છું. મારી સામે તે છોકરીનું નામ, એડ્રેસ, બંનેની ફ્લાઈટની ટિકિટ તેમજ વેલેન્ટાઈન ડે પર આપવામાં આવેલી ગિફ્ટના પુરાવા છે, જે કોર્ટમાં જઈ ચૂક્યા છે. પરંતુ હું તે છોકરીનું નામ લઈશ નહીં’.SS1MS