બાઉન્સર શબ્દ સાંભળતા જનમાનસમાં ચિંતા અને આતંક ફેલાય છેઃ હાઈકોર્ટ

ચંદીગઢ, ખાનગી સિક્યુરિટી એજન્સી દ્વારા પોતાના કામદારો માટે બાઉન્સર શબ્દનો ઉપયોગ કરવા બદલ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, બાઉન્સર શબ્દનો હેતુ જનમાનસમાં ભય, વ્યગ્રતા અને આતંક ફેલાવવાનો છે. આ પ્રકારના કૃત્યને સભ્ય સામાજિક માળખામાં સહન કરી શકાય નહીં.
કોર્ટે નોંધ્યુ હતું કે, સિક્યુરિટી એજન્સી અથવા સિક્યુરિટી ગાર્ડની સેવા લેવાનો પ્રાથમિક હેતુ સલામતી અને સન્માનજનક મોકળાશ મેળવવાનો હોય છે. જો કે આવા સંચાલકો અથવા કામદારો પોતાની જાતને અધિક બંધારણીય સત્તા સમજવા માંડે ત્યારે ખરાબ વર્તન કરે છે અને બળનો ઉપયોગ કરે છે, જેનાથી સમાજમાં ઊંડી ચિંતાનો માહોલ ઊભો થાય છે.
ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા વ્યક્તિની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ અનૂપ ચિત્કારાએ નોંધ્યુ હતું કે, અરજદારે સિક્યુરિટી એજન્સીના નામે બાઉન્સર શબ્દનો ઉપયોગ કર્યાે હતો. બાઉન્સર્સ ખૂબ સરળતાથી આક્રમકતા અને ઘર્ષણનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે, જેના કારણે નાગરિકોની ગરમિાનો ભંગ થાય છે અને અપમાનજનક વર્તનનો ભોગ બને છે. બાઉન્સર્સ પોતાની જાતને કાયદાથી પર માનતા હોય તે પ્રકારનું વર્તન કરતા હોય છે.
બાઉન્સર શબ્દનો ઉપયોગ કયા અર્થમાં થાય છે, તે અંગે સરકાર પણ વાકેફ છે. આસપાસમાં પોતાનું વજન વધારવા અને પ્રભાવ દર્શાવવા માટે સિક્યુરિટી એજન્સી દ્વારા આ શબ્દનો ઉપયોગ થાય છે.SS1MS