હદયરોગ,કોલેસ્ટ્રોલ અને વાત પિત્ત કફની સમતુલા
શરીરનું સ્વાસ્થય તેમાં દોષદ્રષ્ટિ થાય એટલે વાત પિત્ત અને કફ એદોષમય બને. તેમાં વૃધ્ધિ કે હ્રાસ થાય ત્યારે રોગ થાય. આ દ્રષ્ટિરસગત, રક્તગત, માંસગત, ખેદગત તેમ જુદી જુદી સાતે ધાતુઓમાં સ્થાન જમાવે છે ત્યારે તે ધાતુઓમાં દોષનો ઉદભવ થાય છે. કોલેસ્ટ્રોલ વધવામાં પિત્તની દ્રષ્ટિ રક્તગત થતાં લોહીમાં કાચા આમના ચરબીના થર જામે છે. જેથી રક્તવાહીનીમાં સંકુચન આકુંચનની ક્રિયા મંદ પડે છે. પરિણામે લોહીનું પરિભ્રમણ પણ મર્યાદિત થતું નથી. લોહીમાં જ્યારે ચરબીનો ગઠ્ઠો જામે છે ત્યારે હ્રદય ઉપર તેની વિધાયક અસર કરનારો નીવડે છે. ધમનીમાં સંકોચ આવ્યો હોય, બરડ થઇ હોય કે તેમાં દોષ સંયમ થઇ અવરોધ થતો હોય કે માર્ગ બંધ થઇ જાય ત્યારે મોટે ભાગે હ્રદય બંધ પડવાના કિસ્સા નોંધાયા છે. હ્રદયરોગના ૮૦% કિસ્સામાં આજ કારણે હ્રદયબંધ પડી, પ્રાણપંખેરુ ઊડી જાય છે.
હ્ર્દયરોગમાં જાતીય સુખ લાભપ્રદ છે. આ વિધાન સત્યથી ઘણું વેગળું છે. ભારત એ સંસ્કૃતિ પ્રધાન ધર્મપ્રધાન દેશ છે. તેમાં બ્રહ્મચર્યનો મહિમા તાણેવાણે વણાયેલો છે. આયુર્વેદ પોકારીને કહે છે કે જાતિય સુખ એ પુત્ર પ્રાપ્તિની એષણા માટે છે અને તેની મર્યાદાઓ પણ બાંધી છે. દૂધ પીવાથી હ્રદયરોગ થાય છે, આ સમાચાર પણ વર્તમાનપત્રોમાં કોલેસ્ટ્રોલના વધવાના ભયથી ઘણા માણસોએ દૂધ છોડી દીધું છે ત્યારે આ પ્રકારનો પ્રચાર દૂધથી માનવીને વધારે વિમુખ કરે છે. તાજા દૂધની ભારે અછત વર્તાઇ રહી છે ત્યારે બાટલીનું દૂધ આવશ્યક બને તો આ બાટલીના દૂધમાં દૂધ જેટલું પાણી નાખી પાણી તેમાં પીપરામૂળ, ગંઠોડાના એક ટુકડો નાખી પાણી બળી જાય તેટલું ધીમા તાપે ઉકાળી લેવું. તેની મલાઇ કાઢી લેવી જેથી આ દૂધ પચવામાં હલકું બનશે અને કફના દોષ ઉદભવશે નહીં. જે પચે નહીં એ બળ ના આપે,પોષણ ન આપે અને શરીરમાં વિકૃતિ પેદા કરે.
કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાડા માણસોમાં વધુ હોય છે તેમાં તથ્ય નથી. ચરબીવાળો ખોરાક પોતાની પાચનક્રિયાથી વધુ લેવાતો હોય ત્યારે કોલેસ્ટ્રોલ વધે છે. આ નિયમ પાતળા માણસને પણ લાગુ પડે છે. જે દેશમાં ચરબીવાળો ખોરાક માણસોવધુ ખાય છે ત્યાં આ રોગનો ઉપદ્રવ વધુ હોય છે. વધુ ચરબી ખાનારાઓનું કોલેસ્ટ્રોલ ઊંચું જતું નથી તેવું પણ જાેવા મળ્યું છે. જ્યારે કેટલાકને થોડામાં થોડી ચરબી મળતાં કોલેસ્ટ્રોલનો આંક ઊંચો જાય છે. આ એક વારસાગત પ્રકૃતિ કે ચરબી પચાવવાની ક્રિયામાં મંદતા હોવાનું માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ લોહીમાં સપ્રમાણ હોય અને શરીરમાં વધુ પડતી ન હોય તો પણ હ્રદયરોગ થાય છે. ઘણા દર્દીઓને વધુ પડતી ન હોય તો પણ હ્રદયરોગ થાય છે. ઘણા દર્દીઓને વધુ પડતી સિગારેટ કે તમાકુના સેવનની આદત હોય છે અથવા મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, મેદપ્રકૃતિ તથા દારૂ જેવાં તીવ્ર પીણાંઓના સેવનથી પણ હ્રદયરોગનો હુમલો આવે છે.
વિચાર્યા વગરના અતિશય ઉપવાસ કરવા અથવા તો આયુર્વેદના નિયમોના પાલન કર્યા વગર મન ફાવે તેવી રીતે લંઘન નો ક્રમ ના જાળવવાથી આખું પાચન સંસ્થાન બગડે છે. યોગ્ય પ્રમાણ માં વહેતા રહેલા રસ-રક્ત થીજ શરીર ટકે છે, હૃદય જેવા અવયવો ચોવીસ કલાક આરામ કર્યા વગર કામ કરે છે પણ જે ક્રમ-ઉપક્રમ વગર લંઘન કર્યા કરાય તો રસ-રક્ત નું સમ્યક નિર્માણ થતું નથી અને પરિણામે પોષણ અભાવથી હૃદય નબળું પડે છે, શારીરિક વાત વિકૃતિ થાય છે, શારીરિક ચેતના રસ ધાતુ માં રહેલા ક્ષારો પર આધારિત હોય છે, રસ તથા જળ ધાતુ ક્ષય થી હ્રુદય દૌર્બલ્ય અને મૃત્ય પણ થઇ શકે છે, અત્યાધિક વિરેચન કે અતિસાર બન્નેથી મળ ધ્વારા જળ ધાતુ નો નાશ થઈને ઉપર કહેલી લંઘન જેવી સંપ્રાપ્તિ થતાં હૃદય દૌર્બલ્ય અને મૃત્યુ થાય છે. પહેલા લીધેલા ખોરાક પચ્યો ના હોય તે પહેલા તેના ઉપર ફરી થી ઓછું-વત્તું કઈ ખાવું તેને અધ્યશન્ કહે છે. તેનાથી આમાંશય યાંત્રિક રીતે તથા ક્રિયાત્મક રીતે વિક્ષિપ્ત થાય છે.
વારંવાર આવતા નવા અન્ન ને પાચક રસો પહોંચી વળતા નથી. પરિણામે પહેલા આવેલા ખોરાક નું કે પછી ખાધેલા ખોરાક નું સમ્યક પાચન થતું નથી અને અજીર્ણના અનેક રોગો થઇ કાચા-આમ રસ નું નિર્માણ થાય છે. તે હૃદય તથા અન્ય અવયવો માટે વિષ સમાન છે. મળ-મૂત્રાદિ તેર વેગો ને રોકવાથી, હાજત આપનારા અને હાજત રોકનારા જ્ઞાનતંતુ એના સંદેશ ની અથડામણ સુસુમ્ના નાડીવીક્ષીપ્ત થાય છે. તેથી મુખ્ય જ્ઞાનતંત્ર વિક્ષિપ્ત થતાં અંદર ના નાના અવયવો ને સુક્ષ્મ અને ઘનિષ્ટ સંબંધ ધરાવતો વાયુ પણ દુષિત થાય છે. વાયુ ની શક્તિ થી કામ કરવાવાળા કફ અને પિત્ત પણ બગડે છે. હૃદય રોગ નું કારણ બને છે. હૃદય ની આજુબાજુમાં કે હૃદય ઉપર કોઈપણ રીતે સીધી કે આડકતરી રીતે પ્રહાર થતાં હૃદયમાં રચનાત્મક અને ક્રિયાત્મક બાધા ઉત્તપન્ થતાં હૃદય ના કાર્યો નો નાશ, મંદ પડે છે તેથી પણ હૃદય રોગ અને મૃત્યુ બન્ને થઇ શકે છે. લાંબા સમય સુધી વિધિ વિરુદ્ધ -ક્રમ વિરુદ્ધ ભોજન લીઘા કરવાથી પાચન ક્રિયા બગડી જાય છે; અને અન્ન નું સમ્યક્ પાચન ન થતાં આમ નિર્માણ થાય છે. આ આમ બધા રોગો કારણ છે. તે બગડેલો રસ હૃદય ને અનેક રીતે હાની કરે છે.
હૃદય અને મસ્તિષ્ક બન્ને વચ્ચે મનોવહ્ સ્ત્રોતસ છે. અતિશય આઘાત જનક સમાચાર સાંભળતાં, અતિ ચિંતન, ચિંતા ભય, દુઃખ, શોક અને રસ થી મનોવહસ્ત્રોતસ વિકૃત થતાં હૃદય-મન પર તેની અસર પડે છે. તેથી યોગ્ય સમયે તેનું નિવારણ ન થાય તો હૃદય પર પડતા કાર્યભાર ને અનુકુળ થવા હૃદય ની ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે, કાંતો બીજી અંતઃ સ્ત્રાવી ગ્રંથી પર ઉપરના કારણો થી અસર થઇ હૃદય ને અસર કરે છે. અતિશય શ્રમ થી હૃદય ને જ વધારે બોજાે પડે છે. જાે તે દરમ્યાન હૃદય ને જાેઈતા જીવનીય તત્વો ન મળે તો હૃદય કાર્યભાર વહન ન કરતાં તે દુર્બળ થાય છે. બેસી રહેવું, વ્યાયામ ન કરવો, યોગ્ય શ્રમ-મહેનત ના અભાવે લીધેલા અન્ન નું પૂરેપૂરું દહન થતું નથી કાંતો ધાતુઓ ના અગ્નિ દ્વારા ઘણી વારે પચે છે.-અથવા પચતા જ નથી; આવા ના પચેલા રસ-રક્તાદી ધાતુઓ આગળ જતાં રસ-રક્ત સંવહન માં અવરોધ ઉભો કરે છે. દા.ત. કોલેસ્ટેરોલ હૃદય રોગ ના કારણો માંનું એક છે.
અમ્લ-લવણ રસ નું અતિ સેવન અમ્લ અને લવણ રસ વધુ હોય તેવા આહાર નું વધારે સમય સુધી સેવન ચાલુ રાખતાં વિપાક માં તેવા દ્રવ્યો નું અતિ સેવન કરવાથી રસ ધાતુ નું દ્રવત્વ અને ક્લેદત્વ વધારી દે છે. તે રસ-રક્ત ની વિકૃતિ કરે છે. તેનાથી ઉત્પન્ન મૂત્ર અને સ્વેદ, ચામડી અને વૃક્કો પાસે વધારે કામ લે છે, તે બધા અવયવો નો કાર્યભાર ને પહોંચી ન વળતાં આ ન ઉત્સર્જીત થયેલા કે ન પચેલા ક્ષારો અને અમ્લો શરીર માં રહી જાય છે અને ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનો આંક ૨૫૦ સુધી નોર્મલ ગણવામાં આવે છે. તેથી વધુ હોયતો ચિંતાપ્રદ મનાય છે.
કોલેસ્ટ્રોલ વધુ હોય તેણે અગ્નિ તત્વવાળા દ્રવ્યનું સેવન કરવું, જેનાથી લોહીમાંની ચરબીનું દહન થાય. શ્રમ એ ચરબી પચાવવા માટે મહત્વનો ઉપચાર છે. કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યાં સુધી ચરબીવાળો ખોરાક છોડી દેવો. સવારે ૭ મરીના દાણા આખા ગળી જવા. ત્યારબાદ ૩-૪ માઇલ ચાલવું. આવીને તર વગરનું દૂધ ગંઠોડાવાળું લેવું. જમવામાં જવની ભાખરી, રોટલી, જાવરુ, મગ અને તલના તેલ કે સરસીયામાં વઘારેલું શાક ઉપરાંત લસણની કળી ખાવી.
ઔષધિ-હ્રદયરોગઃ ઔષધોમાં રત્નરાજ ૧રતી, યોગેંદ્રરસ ૨ રતી, બ્રહત વાત ચિંતામણી ૧ રતીના મિશ્રણના બે પડીકાં સવાર સાંજ લેવાં. સિંહનાદ ગુગળ બે બે ગોળી જમ્યા પછી ગરમ પાણી સાથે આપવી. ૬ અઠવાડયામાં મોટા ભાગના કેસોમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અનુભવે આ ક્રમથી ચરબીનું લોહીમાં પાચન થાય છે જેથી તેની વિક્રિયાઓ થતી નથીઅર્જુન મેદવૃદ્ધિ, રક્તદોષ, અને ભસ્મક રોગોનો નાશ કરે છે. અર્જુન હ્રદયરોગની ખાસ દવા છે.
તે હ્રદયની ધમનીમાં જામેલ લોહીને વિખેરી નાંખે છે. લોહીના પ્રમાણમાં વધારો કરે છે, હ્રદયનો સોજાે અને રક્તમાંના કોલેસ્ટ્રોલ-ચરબી તત્વ ને ઘટાડે છે. તે લોહીનું દબાણ ઘટાડે છે તથા પેશાબ સાફ લાવી દર્દીનું આયુષ્?ય, આરોગ્ય અને દેહકાંતિ વધારે છે. અર્જુન છાલનું ચૂર્ણ ૩ ગ્રામ રોજ મધ સાથે સવાર લેવું. અથવા તે ચૂર્ણની ટેબલેટ કે અર્જુનારિષ્?ટ નામની પ્રવાહી દવાની ૩-૪ ચમચી રોજ પીવાથી હ્રદયના અનેક રોગોમાં આશાતીત લાભ થાય છે. હ્રદયરોગ, જીર્ણ તાવ અને રક્તસ્ત્રાવઃ અર્જુનછાલ ચૂર્ણ તથા જેઠીમધ ચૂર્ણ સમભાગે મેળવી ૧ ચમચી જેટલું ઘી, દૂધ કે ગોળના શરબત સાથે રોજ લેવું.