સુરતથી ધબકતું હૃદય ૯૦ મિનીટમાં અમદાવાદ લાવી ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરત, સુરત નજીક આવેલા કઠોરના નવું ફળિયું ખાતે રહેતો અર્જુન, સાયન રોડ, શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાોં કામ કરતો હતો. મંગળવાર તા. ૮ નવેમ્બરના રોજ અર્જુન તેના મિત્ર સાથે બાઈક પર કઠોર પોતાના ઘરે આવી રહ્યો હતો. ત્યારે રાત્રે ૯.૩૦ કલાકે કઠોર ગામ કન્યા છાત્રાલયની સામે અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા તે નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગયો હતો.
પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં ગંભીર ઈજાઓ હોવાને કારણે મગજની નસ ફાટી ગઇ હોવાનું નિદાન થયું હતું.
અર્જુનના માતા પુષ્પાબેન અને તેના ભાઈ કરણે જણાવ્યું કે, અર્જુન બ્રેઈનડેડ છે.
તેનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. તેના પરિવારમાં માતા પુષ્પાબેન જેઓ પી.પી.સવાણી સ્કૂલમાં સફાઈનું કામ કરે છે.
ભાઈ કરણ ઉ.વ. ૨૨ સાયન રોડ, શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. અને બીજાે ભાઈ સુનિલ ઉ.વ. ૧૫ કઠોરમાં આવેલ વંદે ગલીયારી હાઇસ્કુલમા ધોરણ ૧૦મા અભ્યાસ કરે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો.
SOTTOદ્વારા હૃદય અમદાવાદની સિમ્સ હોસ્ટ્ઠપીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.અમદાવાદની સિમ્સ હોસ્પીટલના ડો. કિશોર ગુપ્તા, અને તેમની ટીમે સ્વીકાર્યું. તેમજ હૃદયનું અન્ય દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.