ગરમી વધે ત્યારે શાળાનો સમયમાં ફેરફાર કરવા DEOની સ્કૂલ સંચાલકોને સૂચના

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાગરમી વધવાની શક્્યતાઆૅ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં સુરત સહિત કેટલાક શહેરોમાં તાપમાન ૪૨-૪૫ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્્યતા છે. જેથી કલેક્ટર સાથેની બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે.
જેમાં રાજ્યમાં વધતા તાપમાન અને હીટવેવની સ્થિતિને જોતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચનાઓ આપી છે. જેમાં સૂચનાઓ આપવામાં આવી છે કે ગરમીના મોજાના કિસ્સામાં શાળાઓ તેમની અનુકૂળતા મુજબ શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ સિવાય સુરત સહિત કેટલાક શહેરોમાં તાપમાન વધવાની આશંકા છે. આવી સ્થિતિમાં, શાળાઓને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ૧૫મી માર્ચના રોજ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા હટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં હેવ વેવની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં શાળાના બાળકોને ગરમીથી બચાવવા અંગે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. એટલુજ નહીં ગરમીથી બચવા શું કરી શકાય તેનું માર્ગદર્શન આપવા માટે પણ શાળાઓને સૂચના આપવામાં આવી છે. આ સિવાય શાળાના આચાર્ય વહેલી સવારે શાળા શરૂ કરી શકે છે અથવા બપોરની પાળીનો સમય પણ બદલી શકે છે.
આ અંગેનો નિર્ણય શાળાના આચાર્યો પર છોડવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ ઉનાળાની શરૂઆત સાથે જ સુરત શહેરમાં ઝાડા-ઉલ્ટી અને તાવના કેસોમાં પણ વધારો થયો છે. ગયા મહિનાની સરખામણીમાં આ મહિને ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં પણ વધારો થયો છે. ખાસ કરીને નાના બાળકોને ઝાડા-ઊલટીની સમસ્યા થઈ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટરને અગાઉથી જ કહેવામાં આવ્યું હતું કે તેઓ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની રીતે શૌચાલયની હાલત બદલી શકે છે.