Western Times News

Gujarati News

ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું જરૂર કરો….

બજારમાં મળતો ખુલ્લોવાસી ખોરાક ખાવો નહીબજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો

 હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું – પુષ્કળ પ્રમાણમાં પાણીલીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું

લૂ કે હીટસ્ટ્રોકના લક્ષણ જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણીલીંબુ શરબતછાશતાડફળીનારીયેળનું પાણીખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું

નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું

ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો

ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.

ઉપવાસ કરવાનું ટાળવું

મંદિરમસ્જિદથિયેટરશોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું

ઘરઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખાકુલર તેમજ ACનો ઉપયોગ કરવો.

સગર્ભા માતાનાના બાળકોવૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.

હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું

બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા

બહાર નીકળતી વખતે ટોપીચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો

હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.

બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.

બજારમાં મળતો ખુલ્લોવાસી ખોરાક ખાવો નહીબજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો

લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.

ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છેતેથી તેનું સેવન ટાળવું.

ઘરની છત પર સફેદ રંગસફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવીજે ઘરનું તાપમાન ઘટાડશે.

લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો

માથું દુ:ખવુંપગની પીંડીઓમાં દુઃખાવો થવો

શરીરનું તાપમાન વધી જવું

ખૂબ તરસ લાગવી

શરીરમાંથી પાણી ઓછું થઈ જવું

વધુ તાવ આવવો

ગરમ અને સૂકી ત્વચા

નાડીના ધબકારા વધવા

ઉલ્ટી થવીઉબકા આવવા

ચકકર આવવાઆંખે અંધારા આવવા

બેભાન થઈ જવું

સુધ-બુધ ગુમાવી દેવી

અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટરનજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.